1. Home
  2. revoinews
  3. આજે મુંબઈ હુમલાની 12 મી વર્ષગાંઠ પર ‘Mumbai Diaries 26/11’ નો ફર્સ્ટ લૂક આવ્યો સામે
આજે મુંબઈ હુમલાની 12 મી વર્ષગાંઠ પર ‘Mumbai Diaries 26/11’ નો ફર્સ્ટ લૂક આવ્યો સામે

આજે મુંબઈ હુમલાની 12 મી વર્ષગાંઠ પર ‘Mumbai Diaries 26/11’ નો ફર્સ્ટ લૂક આવ્યો સામે

0
Social Share
  • આજે મુંબઈ હુમલાની 12મી વર્ષગાંઠ
  • ‘મુંબઈ ડાયરીઝ 26/11’ નો ફર્સ્ટ લૂક રીલીઝ
  • એમેઝોન પ્રાઈમ વીડીયો પર કરવામાં આવશે રીલીઝ
  • માર્ચ 2021 માં રીલીઝ થશે આ સીરીઝ

મુંબઈ: આજે 26/11ના આતંકી હુમલાની 12મી વર્ષગાંઠ છે. આ દિવસ કોઈ પણ વ્યક્તિ ભૂલી શકે તેમ નથી. એમેઝોન પ્રાઇમ વીડિયોએ મુંબઈ પરના આ ભયાનક આતંકી હુમલા પર બનેલી વેબ સીરીઝનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. આ વેબ સીરીઝનું નામ ‘મુંબઈ ડાયરીઝ 26/11’ છે.

એમેઝોન ઓરિજિનલની અપકમિંગ સીરીઝ ‘મુંબઇ ડાયરીઝ 26/11’ માં ફ્રન્ટ પર લડનારા હીરોઝને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ સીરીઝમાં મુંબઈ શહેર પર થયેલ આતંકી હુમલાને દેખાડવામાં આવ્યો છે. પહેલા પણ આ વિષય પર ઘણી ફિલ્મો બની ચુકી છે.

મુંબઈ ડાયરીઝ 26/11 સીરીઝનું નિર્દેશન નિખિલ અડવાણીની સાથે નિખિલ ગોંજાલવિસએ કર્યું છે. આ ફિલ્મમાં કોંકણા સેન,મોહિત રૈના,ટીના દેસાઈ અને શ્રેયા ધનવંતરી મુખ્ય ભૂમિકામાં છે. તે ડોક્ટર્સ,નર્સ અને પેરા મેડિકલ સ્ટાફની ભૂમિકા ભજવશે.

આ વાર્તાને ભલે આ પહેલા ઘણા લોકોએ દેખાડી હોય, પરંતુ કોઈએ ડોક્ટર્સ, નર્સ અને પેરા મેડિકલ સ્ટાફનું એંગલ પસંદ કર્યું નથી. નિખિલ અડવાણીએ આ એંગલ પર ભાર મૂક્યો છે. વાર્તાને આ લોકોના દ્રષ્ટિકોણથી બતાવવામાં આવી છે. આ સીરીઝ એમેઝોન પ્રાઈમ વીડીયો પર માર્ચ 2021 માં રીલીઝ કરવામાં આવશે. 26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં ઘણા જવાનો અને સામાન્ય લોકો માર્યા ગયા હતા.

એમેઝોન પ્રાઈમના હેડ અપર્ણા પુરોહિતે કહ્યું હતું કે,’26 નવેમ્બરની તે ભયાનક રાતે દરેક ભારતીયના મનમાં એક ઊંડી છાપ છોડી દીધી છે. મુંબઈ ડાયરીઝ 26/11 શહેર પર હુમલાના સમયે અગ્રીમ મોરચા પર આતંકવાદીઓ સામે લડનારા સુરક્ષા જવાનો,શહીદો અને તેમના પરિવારોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે, જેમણે બીજાના જીવ બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. સુરક્ષા કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપીને અમે આ સીરીઝનો ફર્સ્ટ લૂક રીલીઝ કરી રહ્યા છીએ.

_Devanshi

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code