1. Home
  2. revoinews
  3. કૃષિ બિલ વિરુદ્ધ 25 સપ્ટેમ્બરથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન – હજારો ખેડૂતો જોડાશે
કૃષિ બિલ વિરુદ્ધ 25 સપ્ટેમ્બરથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન – હજારો ખેડૂતો જોડાશે

કૃષિ બિલ વિરુદ્ધ 25 સપ્ટેમ્બરથી દેશવ્યાપી વિરોધ પ્રદર્શન – હજારો ખેડૂતો જોડાશે

0
Social Share
  • કુષિ બિલ પાસ થતા ખેડૂતો નારાજ
  • 25 સપ્ટેમ્બરે દેશભરમાં વિરોધ પ્રદર્શન
  • ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય પ્રવક્તાએ રોષ વ્યક્ત કર્યો

તાજેતરમાં દેશની સંસદમાં ખેડૂતોને લગતા ત્રણ હિલ પાસ કરવામાં આવ્યા છએ ત્યારે કૃષિ બિલ સામે ખેડૂતોનો સખ્ત વિરોધ વર્તાઈ રહ્યો છે,સંસદમાં પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ બિલ વિરોધમાં આજે ઉત્તર પ્રદેશના દરેક જીલ્લા મુખ્યાલયો પર ભારતીય કિસાન યૂનિયન દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, મુજફ્ફર નગરના ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતએ કહ્યું કે, સરકાર બહુમતના નશામાં ચૂર છે

રાકેશ ટિકૈત એ વધુમાં કહ્યું કે, દેશની સંસદના ઈતિહાસમાં પ્રથમ વખત વખત  દુર્ઘટના થઈ છે, અન્નદાતા સાથે જોડાયેલા ત્રણ બિલને પાસ કરતા સમયે કોઈ ચર્ચા પણ કરવામાં નહોતી આવી અને કોઈ પણ સાંસદને સવાલ કરવાનો અધિકાર આપવામાં નહોતો આવ્યો, આ ભઆરતના લોકતંત્રના અધ્યાયમાં કાળો દિવસ ગણાશે.

રાકેશ ટીકૈતે કહ્યું કે, જો દેશના સાંસદોને સવાલો પૂછવાનો અધિકાર નથી, તો  મોદીજી મહામારીના સમયે નવી સંસદ બનાવીને જનતાની આવકના 900 કરોડ રૂપિયા શા માટે વ્યર્થ કરી રહ્યા છે. આજે દેશની સરકાર પછાત માર્ગેથી ખેડૂતોને ટેકો આપવાનો અધિકાર છીનવવા માંગે છે, જેન થી હવે દેશના ખેડુતોને બરબાદ થશે.

રાકેશ ટીકૈતે આરોપ લગાવ્યો છે કે, માર્કેટની બહાર બજારની ખરીદી અંગે કોઈ મૂલ્ય આદેશ નહીં  આપતા મંડી વ્યવસ્થા ખતમ થી જશે, સરકાર ધીરે-ધીરે પાક ખરીદવામાંથી પોતાનો હાથ પાછો ખેંચી લેશે. ખેડૂતોનને બજા હવાલે કરીને ખેતીને મજબુત કરી શકાતી નથી.

સાહીન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code