- કોંગ્રેસ પક્ષમાં નેતૃત્વના સંકટ વચ્ચે આજે કોંગ્રેસ CWCની બેઠક યોજાઇ
- સોનિયા ગાંધી વધુ એક વર્ષ માટે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ રહેશે
- કેટલાક નેતાઓએ સોનિયા ગાંધીને પદ પર યથાવત રહેવા કરી અપીલ
કોંગ્રેસમાં નેતૃત્વના સંકટ વચ્ચે આજે CWCની બેઠક યોજાઇ હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ સોનિયા ગાંધી આગામી એક વર્ષ સુધી પાર્ટીના વચગાળાના પ્રમુખ (વચગાળાના અધ્યક્ષ) પદ પર યથાવત રહેશે. આ બેઠકમાં પાર્ટીના નેતૃત્વને લઇને ગંભીર ચર્ચા વિચારણા થઇ હતી. બેઠક દરમિયાન પાર્ટીના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે હવે તેઓ પાર્ટીના અધ્યક્ષ પદે નહીં રહે પરંતુ પાર્ટીના કેટલાક નેતાઓએ તેને પદ પર યથાવત રહેવા માટે વિનંતી કરી હતી.
Sonia Gandhi to remain Congress party's interim president for now, new chief to be elected within next 6 months. Congress Working Committee (CWC) meeting has concluded after 7 hours: Sources
— ANI (@ANI) August 24, 2020
Madam (Sonia Gandhi) has to continue and the election will take place as soon as possible which is the unanimous decision of the working committee: Congress leader and CWC (Congress Working Committee) member, KH Muniyappa pic.twitter.com/nKddUOhJhc
— ANI (@ANI) August 24, 2020
પ્રાપ્ત અહેવાલો અનુસાર CWCની બેઠકમાં સોનિયા ગાંધીએ પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી માટે કહ્યું હતું અને પોતાના રાજીનામાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એ.કે.એન્ટની સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પદ પર યથાવત રહેવા માટે વિનંતી કરી હતી.
નોંધનીય છે કે, કોંગ્રેસની કાર્યકારી બેઠક અંદાજે 2 સપ્તાહ પહેલા લખેલા એક પત્ર અંગે પ્રતિક્રિયા આપવા માટે આયોજીત કરી હતી. આ પત્ર સોનિયા ગાંધીને લખવામાં આવ્યો હતો. આ પત્રમાં સશક્ત કેન્દ્રીય નેતૃત્વ સાથે પાર્ટીનું સંચાલન અને રણનીતિ પર ભાર મૂકવામાં આવ્યો હતો.
(સંકેત)