1. Home
  2. revoinews
  3. હવે ટ્રેન ક્યાં પહોંચી તે અંગે ઇસરોના સેટેલાઇટથી જાણી શકાશે

હવે ટ્રેન ક્યાં પહોંચી તે અંગે ઇસરોના સેટેલાઇટથી જાણી શકાશે

0
Social Share
  • ટ્રેનના યાત્રીઓ માટે હવે સારા સમાચાર
  • યાત્રીઓએ ટ્રેનનો સમય યાદ નહીં રાખવો પડે
  • ઇસરોની મદદથી હવે ટ્રેનના સમયની પળેપળની માહિતી મુસાફરોને મળશે

ટ્રેનના યાત્રીઓ માટે હવે સારા સમાચાર છે. હવે ટ્રેન વહેલી છે કે મોડી તેની ચિંતા કરવામાંથી તમે મુક્ત થશો. ઇસરોને કારણે તમે હવે ટ્રેનના સમયગાળા અંગે ચિંતામુક્ત રહેશો. હવે રિયલ ટાઇમ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા ટ્રેનોની દરેક ગતિવિધિઓ પર નજર રાખી શકાશે અને હાલમાં ટ્રેન ક્યાં પહોંચી છે તેની જાણકારી ઘર બેઠા જ મેળવી શકાશે.

ઇસરોના સેટેલાઇટથી રખાશે નજર

પ્રાપ્ત અહેવાલ અનુસાર ઇસરોના સેટેલાઇટની મદદથી ભારતીય રેલવેની તમામ ટ્રેનો પર ચાંપતી નજર રખાશે. આ સુવિધા માટે ભારતીય રેલવેના દરેક એન્જીનમાં જીપીએસ સિસ્ટમને ફિટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રેલવેના એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી હતી.

પ્રથમ તબક્કામાં 2700 એન્જીનમાં જીપીએસ લાગશે

ભારતીય રેલવેની દરેક ટ્રેનના એન્જીનો ઇસરો સાથે જીપીએસના માધ્યમથી જોડાઇ રહ્યા છે. પ્રથમ તબક્કામાં 2700 ઇલેક્ટ્રિક એન્જીનમાં જીપીએસ સિસ્ટમને જોડવામાં આવશે ત્યાર પછી 3800 ડીઝલ એન્જીનોને પણ જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવશે.

વર્ષ 2021 સુધી તમામ એન્જિનો જીપીએસથી થશે સજ્જ

વર્ષ 2021 સુધીમાં રેલવેના તમામ એન્જીનોમાં આ જીપીએસ સિસ્ટમ ફિટ કરી દેવામાં આવશે. બીજા તબક્કામાં 6 હજાર એન્જીનો જીપીએસ સિસ્ટમથી સજ્જ હશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ કઇ ટ્રેન ક્યાં પહોંચી અને કેટલી મોડી છે તેની જાણકારી તરત જ મેળવી શકાશે.

મુસાફરોને થતી હતી અસુવિધા

અત્યારસુધી રેલવે પાસે ટ્રેન ક્યાં પહોંચી તે જાણવા અંગે કોઇ સુવિધા ના હોવાથી મુસાફરોને ટ્રેનના ચોક્કસ સમય અંગે માહિતી નહોતી મળી શકતી. તેથી મુસાફરોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો. નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી પરથી પણ સચોટ માહિતી પ્રાપ્ત થતી નહોતી. ઘણી વાર મુસાફરો સ્ટેશને પહોંચે પછી ખબર પડે કે ટ્રેન 24 કલાક મોડી છે. જો કે હવે ઇસરોના સેટેલાઇટ મારફતે ટ્રેનના સમયની પળેપળની માહિતી મુસાફરોને મળશે.

(સંકેત)

 

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code