1. Home
  2. revoinews
  3. પીએમ મોદી દુનિયાની દિગ્ગજ તેલ અને ગેસ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત કરશે
પીએમ મોદી દુનિયાની દિગ્ગજ તેલ અને ગેસ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત કરશે

પીએમ મોદી દુનિયાની દિગ્ગજ તેલ અને ગેસ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાતચીત કરશે

0
Social Share

– પીએમ તેલ અને ગેસ કંપનીના પ્રમુખોને મળશે
– વીડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી થશે વાતચીત
– પીએમ 26 ઓક્ટોબરના રોજ સીઇઓ સાથે કરશે વાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે દુનિયાની દિગ્ગજ તેલ અને ગેસ કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાત કરશે. આ વાર્ષિક કાર્યક્રમનું આયોજન નીતિ આયોગ અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન કાર્યાલયએ એક નિવેદનમાં જણાવ્યું કે, નીતિ આયોગ અને પેટ્રોલિયમ તેમજ કુદરતી ગેસ મંત્રાલયનો આ પાંચમો કાર્યક્રમ છે. આ બેઠકમાં તેલ અને ગેસ કંપનીઓના લગભગ 45 સીઈઓ સામેલ થશે.

નિવેદન મુજબ, વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત મીટિંગનો ઉદ્દેશ વધુ સારી પ્રવૃત્તિઓ સમજવા, સુધારણાની ચર્ચા કરવા અને ભારતીય તેલ અને ગેસ મૂલ્ય શ્રુંખલામાં રોકાણને વેગ આપવા માટેની વ્યૂહરચના વિશેની જાણકારી કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઉર્જા વપરાશ કરનાર દેશ છે અને વધતી માંગને પહોંચી વળવા વર્ષ 2030 સુધીમાં તેલ અને ગેસ ક્ષેત્રે 300 અબજ ડોલરથી વધુનું રોકાણ થવાનો અંદાજ છે. આ સંદર્ભમાં બેઠક મહત્વપૂર્ણ છે.

નિવેદન મુજબ વડાપ્રધાન 26 ઓક્ટોબરે સાંજે 5.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા સીઇઓ સાથે વાતચીત કરશે. પીએમઓ મુજબ,ભારત વૈશ્વિક તેલ અને ગેસ ક્ષેત્રે મહત્વપૂર્ણ દેશ છે. તે ક્રૂડ ઓઇલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક અને ચોથા નંબરનો એલએનજી આયાત કરનાર છે. ભારતની વૈશ્વિક તેલ અને ગેસ મૂલ્ય શ્રુંખલામાં સક્રિય ભાગીદારી બનવાના ઇરાદાથી, નીતિ આયોગે સૌ પ્રથમ 2016 માં વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓના સીઈઓના રાઉન્ડટેબલનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ તથા સ્ટીલમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉદ્દઘાટન સંબોધન કરશે. ત્યારબાદ તેલ અને ગેસ ક્ષેત્રે ભારતની યોજનાઓ અને તકો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. તે પછી વૈશ્વિક સીઇઓ અને નિષ્ણાતો સાથે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં અબુધાબી નેશનલ ઓઇલ કંપનીના સીઈઓ અને યુએઈના ઉદ્યોગ, રાજ્યના આધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જાબીર, કતરના ઉર્જામંત્રી, કતર પેટ્રોલિયમ પ્રમુખ, સીઈઓ સાદ શેરીદા અલ-કબી,ઓપેકના મહાસચિવ જનરલ મોહમ્મદ સનૂસી બરકિડો સામેલ થશે.

આ સિવાય રશિયન કંપની રોસનેફ્ટના સીઇઓ અને ચેરમેન ઇગોર સેચિન,બીપી લિમિટેડના સીઇઓ બર્નાર્ડ લુની,ટોટલ એસએ ફ્રાન્સના ચેરમેન અને સીઇઓ પેટ્રિક પોયાને,વેદાંતા રિસોર્સ લિમિટેડના અધ્યક્ષ અનિલ અગ્રવાલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફતિહ બિરોલ,આંતરરાષ્ટ્રીય ઉર્જા મંચના મહાસચિવ જનરલ જોસેફ મેક મોનિગલે અને ગેસ નિકાસ કરનારા દેશોના મંચના સેક્રેટરી જનરલ યુરી સેન્તીરીન પણ વડાપ્રધાન સાથે તેમના વિચારો શેર કરશે. આ પહેલા વડાપ્રધાન સેરાવીકના ભારત ઉર્જા મંચનું ઉદઘાટન કરશે. તે એચ.આઈ.એસ. માર્કેટ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે,જે વિશ્લેષણ અને નિરાકરણ સેવાઓ પ્રદાન કરે છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code