આપણા ચંદ્રની ઉંમર છે 4.42 અબજ વર્ષ, આ રીતે અસ્તિત્વમાં આવ્યો
- આપણા ચંદ્રની ઉંમરને લઇને નવો ખુલાસો
- ચંદ્ર 1 અનુમાન મુજબ 4.51 અબજ વર્ષનો છે
- જર્મન એરોસ્પેસ સેન્ટરના સંશોધકોએ કર્યો ખુલાસો
આપણા ચંદ્રની ઉંમરને લઇને એક નવો ખુલાસો થયો છે. જર્મન એરોસ્પેસ સેન્ટરના સંશોધકોએ તેની ઉંમરને લઇને ખુલાસો કર્યો છે કે, ચંદ્રની અગાઉ જે વય દર્શાવાઇ હતી તેના કરતાં તે 8.50 કરોડ વર્ષ નાનો છે. ચંદ્રની જે ઉંમર બતાવાઇ હતી તેના કરતા તે વધુ યુવાન છે. આ માટે સંશોધકોએ ચંદ્રની સપાટી પરથી ધરતી પર લાવવામાં આવેલા પથ્થરોની ચકાસણી કરી હતી. અંતરિક્ષ યાન એપોલો આ પથ્થરો ધરતી પર લાવ્યું હતું.
સંશોધકો અનુસાર આપણો ચંદ્ર એક અનુમાન મુજબ 4.51 અબજ વર્ષનો છે. જો કે હકીકત એ છે કે તે આંકડા કરતા 8.50 કરોડ વર્ષ નાનો છે.
જ્યારે પૃથ્વી અસહ્ય ગરમ હતી ત્યારે થીયા નામનો ગ્રહ પૃથ્વી સાથે ટકરાયો હતો. એ પછી પથ્થરનો એક મોટો ટુકડો અંતરિક્ષમાં જતો રહ્યો હતો અને તે ધરતીનો ચંદ્ર બની ગયો હતો. તે વખતે પણ આ ટુકડો ગરમ હતો અને તે પછી 20 કરોડ વર્ષ સુધી તે ઠંડો પડતો રહ્યો હતો.
નોંધનીય છે કે, સંશોધકો અનુસાર ચંદ્રની નવી ઉંમર 4.42 અબજ વર્ષ કહી શકાય. આ પહેલાની ઉંમરનું જે અનુમાન હતું તેના કરતા 8.50 કરોડ વર્ષ ઓછી છે.
(સંકેત)