- ભારતમાં પ્રદૂષણની વિકટ સમસ્યા પર પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરનું નિવેદન
- પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવી શકાય તેમ નથી: પ્રકાશ જાવડેકર
- પરિવહન, ઉદ્યોગ, પરાળી, ધૂળ, કચરો જેવા પરિબળો પ્રદૂષણ માટે જવાબદાર
ભારતમાં પ્રદૂષણની સમસ્યા દિન પ્રતિદીન વધુને વધુ વિકટ બની રહી છે ત્યારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવી શકાય તેમ નથી. પ્રદૂષણ ફેલાવનારા દરેક પરિબળો સામે લડવા માટે સતત પ્રયત્ન કરતા રહેવાની જરૂર છે. દેશમાં પરિવહન, ઉદ્યોગ, કચરો, ધૂળ, પરાળી, ભૂગોળ જેવા પરિબળો વાયુ પ્રદૂષણ માટે જવાબદાર છે.
It was a wonderful interaction on #FacebookLIVE with all. Transition to BS-VI standard is another revolutionary step in mitigation of vehicular pollution. BS-VI fuel reduces NOx emission by 70% in diesel cars, by 25% in petrol cars & reduces particulate matter in vehicles by 80%. pic.twitter.com/WmQcuGXT18
— Prakash Javadekar (@PrakashJavdekar) October 18, 2020
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ એક દિવસમાં લાવવો શક્ય જ નથી. તેના માટે સતત પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. લોકો ઇલેક્ટ્રોનિક વાહનોના વપરાશ તરફ આગળ વધ્યા છે અને ભારતમાં અત્યારે 2 લાખ ઇલેક્ટ્રોનિક વાહનોનો વપરાશ થઇ રહ્યો છે.
પ્રકાશ જાવડેકરે પ્રદૂષણને નાથવા માટે સરકારે લીધેલા પગલાં વિશે જણાવ્યું હતું કે સરકાર BS6 ઇંધણ લઇને આવી, જેણે વાહનોના ઉત્સર્જનને 60 ટકા સુધી ઘટાડી દીધો છે. વાહનોથી ફેલાતા પ્રદૂષણને ઘટાડવા માટે સરકાર મેટ્રો અને ઇ-બસો લઇને આવી છે.
(સંકેત)