1. Home
  2. revoinews
  3. હવે તમે ઓનલાઇન RTI પણ કરી શકો છો, માહિતી આયોગે ઓનલાઇન સિસ્ટમ કરી સક્રિય
હવે તમે ઓનલાઇન RTI પણ કરી શકો છો, માહિતી આયોગે ઓનલાઇન સિસ્ટમ કરી સક્રિય

હવે તમે ઓનલાઇન RTI પણ કરી શકો છો, માહિતી આયોગે ઓનલાઇન સિસ્ટમ કરી સક્રિય

0
Social Share
  • હવે મેન્યુઅલી આરટીઆઇ અરજી કરવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ
  • હવે તમે ઓનલાઇન આરટીઆઇ અરજી કરી શકો છો
  • કોરના સંક્રમણને કારણે માહિતી આયોગે અરજી પ્રક્રિયા કરી ઓનલાઇન

હવે જો તમે રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટ હેઠળ આરટીઆઇ અરજી કરવા માંગો છો તો તમે ઓનલાઇન કરી શકો છો. ગુજરાત સરકારે આ માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને હવે તમે અરજી ઓનલાઇન કરી શકો છો. ગુજરાત માહિતી આયોગે કોરોના સંક્રમણના કારણે તેની સિસ્ટમને ઓનલાઇન કરી દીધી છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતની સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં સરકારે કહ્યું હતું કે, અમે અરજદારો પાસેથી ઓનલાઇન અરજી લઇ શકીએ તેવી સુવિધા શરૂ કરવાની તૈયારી કરી રહ્યાં છીએ. ઉચ્ચ ન્યાયાલયની ખંડપીઠ સમક્ષ સરકારે આ ખાતરી આપી હતી. દરમ્યાન કોરોના સંક્રમણ અને લોકડાઉન થતાં માહિતી આયોગે ઝડપથી તેની પ્રક્રિયા પૂર્ણ કરી અરજદારોને ઘેરબેઠાં અરજી કરવાનો મોકો આપ્યો છે.

નવી વેબસાઇટમાં એકત્રીત વર્કફ્લો અને દસ્તાવેજો મૂકવામાં આવ્યા છે. એ ઉપરાંત આઇડબલ્યુડીએમએની ડિઝાઇન અને તેની માવજત માટે પણ તૈયારી કરી છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ વેબસાઇટ પર ડોક્યુમેન્ટ્સ પણ જોઇ શકે છે. અરજદાર અરજીની સાથે બીજી ઘણી બધી કાર્યવાહી ઓનલાઇન કરી શકશે.

ઓનલાઇન RTI સિસ્ટમ તબક્કાવાર શરૂ કરાઇ છે, જેમાં સચિવાલયના વિભાગો, બોર્ડ-કોર્પોરેશન, વિવિધ સરકારી સંસ્થાઓ અને જીલ્લા તાલુકા કાર્યલયોને સાંકળી લેવામાં આવ્યા છે. માહિતી આયોગે કહ્યું છે કે, ગુજરાત કોરોના મુક્ત થાય તે પછી પણ આ ઓનલાઇન અરજી કરવાની સિસ્ટમ ચાલુ રાખવામાં આવશે કે જેથી રાજ્યના કોઇપણ ખૂણેથી અરજદાર તેની અરજી કરીને માહિતી મેળવી શકે છે.

આ રીતે જોઇ શકાય છે દરેક માહિતી

આયોગે અપીલ અને ફરિયાદને લગતા દસ્તાવેજો પણ ઓનલાઇન વેબસાઇટ પર મૂક્યાં છે. ઇ-સ્ટેટસ અને લોગઇન પેજ પર તેને જોઇ શકાય છે. અરજદારને કેસનું સ્ટેટસ પણ જાળવા મળે છે. પેન્ડીંગ કેસ કેટલા છે તે પણ અરજદાર જોઇ શકે છે. આયોગની વેબસાઇટમાં ઓનલાઇન લિંકઅપ પ્રોસેસ અને હાઉ ટુ શો ઓનલાઇન ડોક્યુમેન્ટ નામના બે વિભાગ શરૂ કરવામાં આવ્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code