- ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો
- હવે ICMR કોરોના સંક્રમિત દર્દીઓની રજિસ્ટ્રી કરશે
- સ્વાસ્થ્ય મંત્રાલય, ICMR અને AIIMS આ રજિસ્ટ્રી તૈયાર કરશે
ભારતમાં કોરોના વાયરસના વ્યાપ દિન પ્રતિદીન વધી રહ્યો છે ત્યારે હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની રજિસ્ટ્રી કરાવવાનો નિર્ણય લીધો છે. દર્દીઓના સ્વસ્થ થવા તેમજ મહામારીની ગતિ વિશે જાણવા માટે આ એક મોટું પગલું કહી શકાય. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ICMR અને AIIMSએ એક નેશનલ ક્લિનિકલ રજિસ્ટ્રી શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.
રજિસ્ટ્રીથી વાસ્તવિક સમયના આંકડા એકત્ર કરી સારવારના પરિણામોમાં સુધાર, વૈશ્વિ મહામારી વધવાની પ્રવૃત્તિઓનું વિશ્લેષણ કરવામાં આવે અને પ્રતિક્રિયાને તપાસી શકાય તેવો મુખ્ય ઉદ્દેશ છે.
તે ઉપરાંત તેનાથી નીતિ નિર્માતાઓને પણ સહાય મળશે. જેમ કે તેઓને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે તપાસ ઉપચારોની પ્રભાવશીલતા, પ્રતિકૂળ પ્રભાવોને સમજવા તેમજ સારવારમાં સુધાર લાવવા માટે મદદ મળશે.
ICMR, સ્વાસ્થ્ય મંત્રાલય અને AIIMSના સહયોગથી આ રજિસ્ટ્રી તૈયાર થશે. આ રજિસ્ટ્રીથી દર્દીઓની યોગ્ય જાણકારી, સારવાર, ઉંમર, વર્ગમાં સંક્રમણ તેમજ અન્ય જાણકારીઓ પ્રાપ્ત થશે.
તેમાં પીજીઆઈ ચંદીગઢ, AIIMS દિલ્હી, AIIMS જોધપુર, નિમહાન્સ બેંગલુરુ, આર્મ્ડ ફોર્સ મેડિકલ કોલેજ પુણે સહિત 100 પ્રસિદ્ધ સંસ્થાનોને સામેલ કરવામાં આવી છે જે મેડિકલ કોલેજો અને હૉસ્પિટલો સાથે સંપર્કમાં રહી આંકડા એકત્ર કરશે.
નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આ રજિસ્ટ્રીથી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટેની પણ દરેક માહિતી ઉપલબ્ધ થશે તેથી ભવિષ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની ઝડપી સારવાર માટે નવા ઉપાયો પણ પ્રાપ્ત થશે.
(સંકેત)