- નેશનલ ટેસ્ટિંગ એજન્સી આજે NEETનું પરિણામ કરશે જાહેર
- આજે સાંજે 4 વાગ્યે પરિણામ જાહેર થાય તેવી સંભાવના
- અહીંયા દર્શાવેલી પ્રક્રિયા ફોલો કરીને વિદ્યાર્થીઓ પોતાનું રિઝલ્ટ જાણી શકશે
નવી દિલ્હી: નેશનલ ટેસ્ટિંગ એજન્સી આજે એટલે કે 16 ઑક્ટોબરે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ સ્નાતક સ્તરની પરીક્ષાના પરિણામ જાહેર કરશે. જે ઉમેદવારે પરીક્ષા આપી હતી તેઓ પોતાનું પરિણામ ntaneet.nic.in પર ઓનલાઇન જોઇ શકે છે. આજે સાંજે 4 વાગ્યે પરિણામ જાહેર થાય તેવી સંભાવના છે.
આપને જણાવી દઇએ કે 13 સપ્ટેમ્બરના રોજ NEET-UG 2020નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 15.9 લાખ રજિસ્ટર્ડ ઉમેદવારોમાંથી 90 ટકા ઉપસ્થિત રહ્યા હતા. જે ઉમેદવારો 13 સપ્ટેમ્બરના રોજ કોવિડ-19ની મહામારીને કારણે પરીક્ષા ન આપી શક્યા, તેમને NEET પરીક્ષાના ચરણ-બેમાં આવવાની વધુ એક તક મળી. જે 14 ઑક્ટોબરે આયોજીત કરવામાં આવી હતી.
NTAએ 13 સપ્ટેમ્બરની પરીક્ષાની પ્રોવિજનલ આન્સર કી 26 સપ્ટેમ્બરે જાહેર કરી હતી. ઉમેદવારોને 29 સપ્ટેમ્બર સુધી આન્સર કીની વિરુદ્ધ કોઈ પણ આપત્તિ નોંધાવવા માટે કહેવામાં આવ્યું હતું. ઉમેદવારોને તમામ અપડેટ માટે ntaneet.nic.in અને www.nta.ac.in પર જવાની સલાહ આપવામાં આવે છે.
આ રીતે તમે રિઝલ્ટ ચેક કરી શકો છો
- સૌપ્રથમ અધિકૃત વેબસાઇટ ntaneet.nic.in પર જાઓ
- ત્યારબાદ NEET રિઝલ્ટ માટે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો
- આપનો રોલ નંબર, જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ બટન દબાવો
- સ્ક્રીન પર તમારું રિઝલ્ટ આવી જશે
NEET રિઝલ્ટ બાદ 85 ટકા મેડિકલ તેમજ ડેન્ટલ બેઠકો પર પ્રવેશ માટે નીટ કાઉન્સિલિંગ આયોજીત કરવાને લઇને રાજ્ય મુજબ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો ઓલ ઇન્ડિયા કોટાની 15 ટકા અને સ્ટેટ કોટાની 85 ટકા બેઠકો માટે અરજી કરી શકશે.
એક માહિતી પ્રમાણે, આ વખતે NEET કટ ઓફ 2020 વધુ ઉપર જઇ શકે છે કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધુ હતી. તે ઉપરાંત કોરોનાને કારણે પરીક્ષા પાછી ઠેલાવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવાનો વધુ સમય મળ્યો હતો.
(સંકેત)