1. Home
  2. revoinews
  3. મોદી કેબિનેટે લીધા 4 મહત્વના નિર્ણયો જેનાથી સામાન્ય નાગરિક પર થશે પ્રત્યક્ષ અસર
મોદી કેબિનેટે લીધા 4 મહત્વના નિર્ણયો જેનાથી સામાન્ય નાગરિક પર થશે પ્રત્યક્ષ અસર

મોદી કેબિનેટે લીધા 4 મહત્વના નિર્ણયો જેનાથી સામાન્ય નાગરિક પર થશે પ્રત્યક્ષ અસર

0
Social Share
  • પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય કેબિનેટ-CCEA સમિતિની બેઠક યોજાઇ
  • આ કેબિનેટ બેઠકમાં ચાર અગત્યના નિર્ણય લેવામાં આવ્યા
  • આ 4 નિર્ણયથી સામાન્ય જનતા પર સીધી અસર પડશે

નવી દિલ્હી:  પીએમ મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટ અને CCEA એટલે કે આર્થિક મામલાની સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક અગત્યના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ચાર નિર્ણયથી દેશની સામાન્ય જનતા પર સીધી અસર પડશે.

ચાલો જાણીએ આ ચાર નિર્ણય વિશે

કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ટીચિંગ-લર્નિંગ એન્ડ રિઝલ્ટ્સ ફોર સ્ટેટ્સ કાર્યક્રમને મંજૂરી આપી દીધી છે. તેને 6 રાજ્યોમાં વર્લ્ડ બેંકની મદદથી હાથ ધરવામાં આવશે. આ રાજ્યમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર અને ઓડિશા સામેલ છે. આ કાર્યક્રમ હેઠળ 5718 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યો વચ્ચે આપસી સહયોગ વધશે, શિક્ષકોને તાલીમ મળશે અને પરીક્ષમાં સુધાર થવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધામાં ભારત સંપૂર્ણ તૈયારી સાથે ભાગ લેવા સક્ષમ બનશે.

ભારત સરકારે સસ્તા ભાવે તેલ ભંડારણ પર 3874 કરોડ રૂપિયા ખર્ચ કરવાની મંજૂરી આપી છે. દેશમાં કાચા તેલનું ભંડારણ વધવાથી તેની સીધી રીતે પેટ્રોલ-ડિઝલના ભાવ પર અસર પડે છે. જો કાચુ તેલ સસ્તું થશે તો દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઓછા થઇ જાય છે, જેના કારણે સામાન્ય જનતાને ફાયદો મળે છે. દેશમાં ત્રણ સ્થળે આકસ્મિક સમય માટે ભૂમિગત તેલ ભંડારણ વિકસિત કરવામાં આવ્યું છે.

ADNOC મૉડલના સંશોધનને મંજૂરી – નાગરનાર સ્ટીલ પ્લાન્ટને રાષ્ટ્રનીય ખનિજ વિકાસ નિગમ લિમિટેડથી અલગ થવા અને સમગ્ર સરકારી હિસ્સાને એક વ્યૂહાત્મક ખરીદનારને વેચીને અલગ થનારી કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી છે. હાલના વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડારની કોમર્શિયલ વાયબિલિટી વધારવા માટે ADNOC મૉડલના સંશોધનને મંજૂરી અપાઇ છે.

કેબિનેટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા અભિયાન દીનદયાળ અંત્યોદય યોજના હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ માટે 529 કરોડ રૂપિયાના વિશેષ પેકેજને મંજૂરી આપી છે. આ યોજના 5 વર્ષીય રહેશે. આ યોજનાથી 10,58,000 પરિવારો લાભાન્વિત થશે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code