1. Home
  2. revoinews
  3. મોદી સરકારની દશેરા પહેલા જ દિવાળી ભેટ, 30 લાખ કર્મચારીઓને આપશે બોનસ
મોદી સરકારની દશેરા પહેલા જ દિવાળી ભેટ, 30 લાખ કર્મચારીઓને આપશે બોનસ

મોદી સરકારની દશેરા પહેલા જ દિવાળી ભેટ, 30 લાખ કર્મચારીઓને આપશે બોનસ

0
Social Share
  • મોદી સરકારે 30 લાખ જેટલા સરકારી કર્મચારીઓને આપી દિવાળી ભેટ
  • મોદી સરકારે 30 લાખ જેટલા સરકારી કર્મચારીઓને બોનસ આપવાનો કર્યો નિર્ણય
  • બોનસને સિંગલ ઇન્સ્ટોલમેન્ટમાં જ જાહેર કરવામાં આવશે: પ્રકાશ જાવડેકર

નવી દિલ્હી: મોદી સરકારે 30 લાખ જેટલા સરકારી કર્મચારીઓને દશેરા પહેલા જ દિવાળી ભેટ આપી છે. મોદી સરકારે આ કર્મચારીઓને દિવાળી પહેલા જ બોનસ આપી દેવાનો નિર્ણય કર્યો છે. કોરનાની મહામારીને કારણે અર્થતંત્રમાં મંદીનો માહોલ છે ત્યારે બજારમાં ઉપભોક્તા ખર્ચ વધારીને માંગને વેગ આપવાના હેતુસર સરકારે આ નિર્ણય કર્યો છે.

સરકાર માંગમાં વધારો લાવવા માટે સતત પ્રયાસરત છે ત્યાર કેબિનેટ દ્વારા નાણાંકીય વર્ષ 2019-20 માટે પ્રોડક્ટિવિટી અને નોન પ્રોડક્ટિવિટી લિન્ક્ડ બોનસની જાહેરાત કરાઇ છે. સરકારની આ જાહેરાત બાદ 30 લાખ 67 હજાર નોન-ગેજેટેડ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને લાભ પ્રાપ્ત થશે.

સરકારની કર્મચારીઓ માટેની આ જાહેરાત બાદ સરકારી તીજોરી પર 3737 કરોડ રૂપિયાનો બોજ પડશે. આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે બોનસને સિંગલ ઇન્સ્ટોલમેન્ટમાં જ જાહેર કરવામાં આવશે અને આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી વિજયાદશમી પહેલા જ બધા જ કર્મચારીઓ અને અધિકારીઓને મળી જશે.

આ વચ્ચે ભારતના આર્થિક મામલાના સચિવ તરુણ બજાજે કહ્યું હતું કે કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવવાની સાથે જ અર્થતંત્રમાં પણ સુધારો જોવા મળશે. વધુ લાભ જોવા મળે તે માટે વિભાગોને ખર્ચ વધારવા કહેવામાં આવ્યું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code