1. Home
  2. revoinews
  3. હવાઇ મુસાફરી કરતા પહેલા આ નવા નિયમ જાણી લો, સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી
હવાઇ મુસાફરી કરતા પહેલા આ નવા નિયમ જાણી લો, સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી

હવાઇ મુસાફરી કરતા પહેલા આ નવા નિયમ જાણી લો, સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી

0
Social Share
  • આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરી કરનારા મુસાફરો માટે નવી ગાઇડલાઇન જાહેર
  • મુસાફરી કરતા પહેલા મુસાફરોને એરપોર્ટ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે
  • મુસાફરોને કેટલાક મામલામાં જ આંતરરાષ્ટ્રીય મુસાફરીની મંજૂરી મળશે

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવાઇ રહ્યા છે અને રોજબરોજ અલગ અલગ ગાઇડલાઇન જાહેર કરાઇ રહી છે ત્યારે હવે સરકારે આંતરરાષ્ટ્રીય હવાઇ સફર કરનારા મુસાફરો માટે ગાઇડલાઇન જાહેર કરી છે. હકીકતમાં, વિદેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મુસાફરો માટે દિશાનિર્દેશનો રિવાઇઝ સેટ જાહેર કર્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા હવાઇ મુસાફરીને લઇને 25 નવેમ્બરના રોજ ગાઇડલાઇન અપડેટ કરવામાં આવી છે. નવી ગાઇડલાઇન અનુસાર જો મુસાફર ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરેન્ટાઇનમાંથી છૂટવા માંગે છો તો તેને મુસાફરી શરૂ કરવાથી 72 કલાક પહેલા કોવિડ 19 RTPCR નેગેટિવ રિપોર્ટ આપવો પડશે. નવી સૂચના 2 ઑગસ્ટના રોજ જાહેર કરાયેલી ગાઇડલાઇનથી અલગ છે.

જો તમે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ ગાઇડલાઇન ધ્યાનમાં રાખો.

  • હવે મુસાફરી કરતા પહેલા તમામ મુસાફરોને એરપોર્ટના ઑનલાઇન પોર્ટલ પર સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. મુસાફર દિલ્હી એરપોર્ટની અધિકૃત વેબસાઇટ newdelhiairport.in પર પોતાની નિર્ધારિત મુસાફરીથી ઓછામાં ઓછા 72 કલાક પહેલા અથવા સ્વયં એરપોર્ટના હેલ્થ કાઉન્ટર પર જઇને સેલ્ફ ડિકલેરેશન જમા કરાવી શકે છે
  • મુસાફરને આંતરરાષ્ટ્રીય મુસાફરીની પરવાનગી ત્યારે જ મળશે જ્યારે તેમની મુસાફરી કરવી જરૂરી હશે. મુસાફરોને ખાસ કરીને કોઇનું મૃત્યુ થયું હોય, ઘરમાં કોઇ ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યું હોય અથવા કોઇ માનવ સંકટ આવી પડ્યું હોય તેવા મામલામાં હવાઇ સફરની પરવાનગી મળશે. તેમાં પણ મુસાફરે 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન રહેવું પડશે
  • મુસાફરે પોર્ટલ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને એક વાયદો આપવો અનિવાર્ય રહેશે, જેમાં તેણે એ જણાવવાનું રહેશે કે તે 14 દિવસો માટે પોતાના સ્વાસ્થ્યની સુવિધા-હોમ-ક્વોરેન્ટિન-સેલ્ફ ક્વોરેન્ટિન જેવી તમામ સરકારી સૂચનાઓનું પાલન કરશે
  • કોવિડ 19 આરટીપીસીઆર નેગેટિવ સર્ટિફિકેટ વગર પહોંચનારા આંતરરાષ્ટ્રીય મુસાફર એરપોર્ટ પર આ સુવિધાનો લાભ પણ ઉઠાવી શકે છે અને ત્યાંથી તપાસ કરીને પોતાનું સર્ટિફિકેટ બનાવી શકે છે. જોકે, જે એરપોર્ટ પર આ સુવિધા નથી, તે મુસાફરોને 7 દિવસ સુધી ઈન્સ્ટીટ્યુશનલ ક્વોરેન્ટાઈનમાં રહેવુ જરૂરી બનશે

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code