- કેરળ વિકાસની હરણફાળ તરફ, વધુ એક સિદ્વિ નોંધાવી
- રાજ્યોની શ્રેણીમાં સુશાસનના મામલે કેરળ દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય
- આ ઇન્ડેક્સમાં ઉત્તરપ્રદેશ સૌથી નીચલા ક્રમાંકે
નવી દિલ્હી: કેરળ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. હવે ફરી કેરળે વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. શુક્રવારે પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ પબ્લિક અફેર ઇન્ડેક્સ (PAI 2020) મુજબ મોટા રાજ્યોની શ્રેણીમાં કેરળ સુશાસનના મામલે દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. જ્યારે ઉત્તરપ્રદેશ સૌથી નીચલા સ્થાન પર છે. કેન્દ્રશાસિત રાજ્યોમાં ચંદીગઢ સૌથી શ્રેષ્ઠ તરીકે ઉભર્યું છે.
આ અંગે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના પૂર્વ ચેરમેન અને PACના ચીફ કે. કસ્તૂરીંરગને અહેવાલ ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે, રાજ્યોની સ્થાયી વિકાસના સંદર્ભમાં સૂચકાંક (ઇન્ડેક્સ) આપવામાં આવ્યો હતો. ઇક્વિટી, વૃદ્વિ તેમજ સ્થિરતા એમ ત્રણ આધારસ્તંભો દ્વારા નિર્ધારિત સ્થાયી વિકાસના સંદર્ભમાં સરકારની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
And the winners are-#Kerala-Best Governed State in the Large States Category #Goa Best Governed State in the Small States Category #Chandigarh Best Governed Union Territory -Congratulations @GGurucharan @PMOIndia @CMofKarnataka @onthinktanks @WorldBank @UNDP_India @NITIAayog pic.twitter.com/IuS84VyEQ8
— PublicAffairsCentre (@pacindia) October 30, 2020
પ્રાપ્ત વિગતો અનુસાર દક્ષિણના ચાર રાજ્યો કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક બે કરોડથી વધુ વસ્તી ધરાવતા 18 મોટા રાજ્યોની યાદીમાં ટોચ પર છે. શ્રેણીમાં નેગેટિવ પોઇન્ટ મેળવીને ઓડિશા અને બિહાર રેન્કિંગમાં સૌથી તળિયે હતા.
બે કરોડથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોની વાત કરીએ તો તેમાં ગોવા પ્રથમ ક્રમે છે. ત્યારબાદ મેઘાલય અને હિમાચલ પ્રદેશ છે. આ કેટેગરીમાં મણિપુર, દિલ્હી અને ઉત્તરાખંડનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું.
PAI 2020માં એક નવું પાસુ એ ડેલ્ટ વિશ્લેષણ પરનું પ્રકરણ છે, રાજ્યનું પ્રદર્શન અને રેન્કિંગ પર પરિણામ 2015-16 પછીના પાછલા પાંચ વર્ષોમાં ડેલ્ટા મૂલ્ય તરીકે માપવામાં આવ્યું. જ્યારે પહેલી PAI 2019-20માં જાહેર કરવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર બિહાર, પશ્વિમ બંગાળ અને ઓડિશા કે જે PAI-2020માં નીચલા સ્થાને છે તે મોટા રાજ્યોની કેટેગરીમાં ઇક્વિટીના મામલે ટોપ પર્ફોર્મ્સ છે. બીજી તરફ કેરળ, પંજાબ તેમજ મહારાષ્ટ્ર નીચલા સ્થાને છે.
(સંકેત)