વાયુ પ્રદૂષણને રોકવા E-Vehicle પર સરકારનું ફોકસ, સ્પેશિયલ કૉરિડોર પર ઇલેક્ટ્રિક વાહનો દોડશે
- વાયુ પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકાર ઇ-વ્હીકલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે
- દિલ્હી-આગ્રા વચ્ચે દેશના પ્રથમ ઇ-વ્હીકલ હાઇવેની શરૂઆતી ટ્રાયલ રન થઇ
- આગામી વર્ષે દિલ્હી-જયપુર વચ્ચે ઇ-વ્હીકલ માટે ટ્રાયલ રન શરૂ થશે
નવી દિલ્હી: વાયુ પ્રદૂષણને રોકવા અને પેટ્રોલિયમ પદાર્થોની આયાત પર દેશની નિર્ભરતા ઓછી કરવા માટે કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વ્હીકલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ દિશામાં દિલ્હીથી આગ્રાની વચ્ચે દેશનો પહેલા ઇ-વ્હીકલ હાઇવેની શરૂઆતી ટ્રાયલ રન બુધવારથી શરૂ થઇ છે. સરકારે પ્રાઇવેટ પ્લેયરની સાથે મળીને ઇ હાઇવે બનાવાની તૈયારી કરી છે. જયપુર-દિલ્હી-આગ્રા પર ઇ હાઇવે શરૂ થયા જ અહીં ઇલેક્ટ્રિક ગાડી માટે વિશેષ કૉરિડોર તૈયાર કરવામાં આવશે. આ યોજના હેઠળ યમુના એક્સપ્રેસના રસ્તે દિલ્હીથી આગ્રાની વચ્ચે ઇલેક્ટ્રિક બસ અને ટેક્સિઓ સરળતાથી પસાર થઇ શકશે. આગામી વર્ષે દિલ્હી જયપુરની વચ્ચે ટ્રાયલ રન શરૂ થશે.
દિલ્હી આગ્રા અને દિલ્હી જયપુરની વચ્ચે 500 કિલોમીટરનો બંને હાઇવે દુનિયાનો પ્રથમ સૌથી લાંબા ઇ વ્હીકલ હાઇવે બનશે. 500 કિમીના આ લાંબા જયપુર આગ્રા ઇ કોરિડોરની ખાસયિત તે રહેશે કે અહીં ખાલી ઇલેક્ટ્રિક પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા રહેશે.
જો તમે ઇ વ્હીકલ ડ્રાઇવ કરો છો તો તમને અહીં ચાર્જીંગ સ્ટેશનથી લઇને ટેકનિકલ હેલ્પ અને બેકઅપની સુવિધા પણ મળશે. દિલ્હી-આગ્રા રૂટ પર તેના ટ્રાયલ રનની શરૂઆત થઇ ગઇ છે.જ્યારે દિલ્હી જયપુર રૂટ પર ઇ વ્હીકલની સાથે ટ્રાયલ રનની શરૂઆત ફેબ્રુઆરી 2021ના રોજ થશે.
આ કૉરિડોર 200 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. જેમાં 20 ચાર્જિંગ સ્ટેશન બનાવ્યા આવ્યા છે. જેમાંથી 18 ગ્રિડ આધારિત અને 2 સૌર ઊર્જા આધારિત રહેશે. વધુમાં જયપુર હાઇવે પર ઇલેક્ટ્રિક બસો પણ ચલાવવામાં આવશે. ઉલ્લેખીય છે કે આઠ ચાર્જિંગ સ્ટેશનના પ્રસ્તાવને મંજૂરી મળી ગઇ છે. જ્યારે આઠ બીજા સ્ટેશન બનાવવાના છે. શરૂઆતમાં દિલ્હી આગરાની વચ્ચે ખાલી ઇલેક્ટ્રિક કાર ઉતારવામાં આવશે.
મહત્વનું છે કે, દેશના દરેક પેટ્રોલ પંપ પર ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ કિઓસ્ક લગાવવાની પણ યોજના છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે દેશના 69,000,000 પેટ્રોલ પમ્પ્સ પર ઓછામાં ઓછું 1 ઇલેક્ટ્રિક વાહન Kiosk લગાવવામાં આવે.
(સંકેત)