- DRDO મેક ઇન ઇન્ડિયા તરફ વધી રહી છે આગળ
- હવે મોટા પાયે પિનાકા મિસાઇલનું કરશે નિર્માણ
- પિનાકા એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રૉકેટ સિસ્ટમ છે
પીએમ મોદીના મેક ઇન ઇન્ડિયાનું સ્વપન ધીરે ધીરે સાકાર થઇ રહ્યું છે. આ જ દિશામાં શુભારંભ કરતા ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓગેનાઇઝેશનએ ઘરઆંગણે સ્વદેશી સાધનો વડે પિનાકા મિસાઇલ મોટા પાયે બનાવવાનું વિરાટ કાર્ય શરૂ કર્યું હતું.
ધ ડાયરેક્ટોરેટ ઑફ ક્વોલિટી એસ્યોરન્સ (DGQA) દેશના સંરક્ષણ માટે બનતી તમામ ચીજોનું ગુણવત્તા ચકાસવાનું કાર્ય કરે છે. એટલે કે કોઇપણ નવું શસ્ત્ર બનાવવા અગાઉ એની સંપૂર્ણ વિગતો DGQAને મોકલવી આવશ્યક છે. આ વિગતોમાં પિનાકા મિસાઇલ, મિસાઇલ લોન્ચર્સ, બેટરી કમાન્ડ પોસ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
AHSP Transfer of Pinaka Weapon System from DRDO to DGQAhttps://t.co/gbIM7IBfSJ pic.twitter.com/LyktTbTqGq
— DRDO (@DRDO_India) September 25, 2020
જાણો પિનાકા વિશે
પિનાકા એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રૉકેટ સિસ્ટમ છે અને તેની રેંજ સાડા સાડત્રીસ કિલોમીટરની છે. પિનાકા રૉકેટ્સ મલ્ટિ બેરલ રૉકેટ લોન્ચર્સ દ્વારા છોડવામાં આવે છે. માત્ર 44 સેકેન્ડ્સમાં આ રૉકેટ લૉન્ચર 12 રૉકેટ્સ છોડી શકે છે. જે ટાર્ગેટને વીંધી નાખે છે.
ભારતી લશ્કરના પ્રવક્તાએ કહ્યું કે લેઝર સંચાલિત એન્ટિ ટેંક મિસાઇલથી લશ્કરની યુદ્વ શક્તિમાં સારો એવો વધારો થઇ શકે છે. અર્જુન ટેંક પણ DRDO દ્વારા નિર્મિત હતી. એ મુખ્ય લડાયક ટેંક ગણાય છે.
(સંકેત)