
- આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડ્ડચેરીના દરિયાકાંઠે ચક્રવાત નિવાર ત્રાટકી શકે
- NDRFએ રાહત અને બચાવ કાર્ય માટે 30 ટીમોને તૈયાર કરી
- NDRFની એક ટીમમાં કાર્યોના જોતાં અંદાજે 35 થી 45 જવાન હોય છે
નવી દિલ્હી: દેશના આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડ્ડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારમાં ચક્રવાત નિવાર ત્રાટકી શકે છે. નેશનલ ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ (NDRF)એ ચક્રવાત નિવારને ધ્યાને લઇને રાહત અને બચાવ કાર્ય શરૂ કરવા માટે 30 ટીમોને તૈયાર કરી છે. NDRFના એક વરિષ્ઠ અધિકારી અનુસાર 12 ટીમોની પૂર્વ તૈનાતી કરવામાં આવી છે. બીજી તરફ 18 અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં તૈનાતી માટે તૈયાર છે.
#CycloneNivar Update3
23/11/20@NDRFHQ work started
Recce of various locations
At Cuddalore, TN@ndmaindia @PMOIndia @HMOIndia @BhallaAjay26 @PIBHomeAffairs @ANI @pibchennai @pibvijayawada pic.twitter.com/rDrSC5a6N9
— ѕαtчα prαdhαnसत्य नारायण प्रधान ସତ୍ଯପ୍ରଧାନ-DG NDRF (@satyaprad1) November 23, 2020
પ્રાપ્ત અહેવાલ અનુસાર, આ ટીમોને પ્રભાવિત વિસ્તારોથી સ્થાનિક લોકોને ખસેડવામાં સહાયતા પહોંચાડવા સહિત રાહત અને બચાવ કાર્યો માટે સ્થાનિક અધિકારીઓ સથે સમન્વય કરીને તૈનાત કરવામાં આવશે. NDRFની એક ટીમમાં કાર્યોના જોતાં અંદાજે 35 થી 45 જવાન હોય છે અને તેમની પાસે વૃક્ષ અને થાંભલાને કાપવાના મશીનો, સામાન્ય દવાઓ અને પ્રભાવિતોને મદદ કરવા માટે અન્ય સંસાધન પણ હોય છે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની અધ્યક્ષતા હેઠળની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બેઠક યોજી અને વાવાઝોડાને ધ્યાને લઇને અનેક ઉપાયો પર વિચાર કરવાની સાથે જ સંબંધિત રાજ્ય સરકાર સહિત અનેક પક્ષોને પ્રભાવિત ક્ષેત્રોમાં કોઇનો પણ જીવ ન જાય અને સામાન્ય સ્થિતિ વહેલી તકે પૂર્વવત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
ચક્રવાત અંગે આંધ્ર પ્રદેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું કે બંગાળની ખાડીમાં ભારે દબાણનું ક્ષેત્ર વાવાઝોડામાં ફેરવાઇ શકે છે અને 25 નવેમ્બરે ઉત્તર તામિલનાડુ અને દક્ષિણ આંધ્રની વચ્ચે દરિયાકાંઠા વિસ્તારને પણ પાર કરી શકે છે.
(સંકેત)