
- 31મી ઑક્ટોબરના રોજ આકાશમાં અદ્દભુત ખગોળકીય ઘટના ઘટશે
- 31મી ઑક્ટોબરના રોજ આકાશમાં હંટર્સ મૂનની ઘટના જોવા મળશે
- ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યેને 20 મિનિટે ઘટના જોવા મળશે
નવી દિલ્હી: આ ઑક્ટોબર મહિનો ચાલી રહ્યો છે અને ખાસ કરીને 31મી ઑક્ટોબરનો દિવસ ખગોળકીય ઘટના માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે પાશ્ચાત્ય દેશોમાં હેલોવીનનો તહેવાર ઉજવાય છે. જો કે આ વખતે 31મી ઑક્ટોબરના રોજ આકાશમાં અદ્દભુત ગણાતી હંટર્સ મૂનની ઘટના જોવા મળશે જે ભાગ્યે જ બને છે. આપને જણાવી દઇએ કે આ વખતે બે દિવસ પૂર્ણિમા તિથિ છે ત્યારે 1 જ મહિનામાં બે વખત પૂનમ હોય તેમાં બીજા પૂર્ણ ચંદ્રને ‘બ્લૂ મૂન’ કહેવામા આવે છે.
બ્લૂ મૂન હેલોવીનની રાત્રે એટલે કે 31મી ઑક્ટોબરે દેખાશે. ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યેને 20 મિનિટે તેમજ ઇસ્ટર્ન સમય મુજબ સવારે 10 વાગ્યે અને 51 મિનિટે ચંદ્રની ચમક સૌથી વધુ હશે.
શું હોય છે હંટર્સ મૂન
હંટર્સ મૂન શબ્દનો ઉપયોગ પારપંરિક રૂપથી ઑક્ટોબર મહિનાની પૂર્ણિમાના ચંદ્ર માટે કરવામાં આવે છે. આ હાર્વેસ્ટ મૂન પછીની પૂર્ણિમાના ચંદ્ર માટે ઉપયોગ કરવામાં આવે છે. ઑક્ટોબર મહિનાનો પ્રારંભ હાર્વેસ્ટ મૂનથી થઇ છે, એટલે કે આ મહિનાની આવનારી બીજી પૂનમ હંટર મૂન છે.
કેમ હોય છે બ્લૂ મૂન
બ્લૂ મૂનનો ચંદ્રના રંગ કે દેવાખ સાથે કોઇ સંબંધ નથી. એક મહિનામાં બીજી પૂનમના ચાંદને બ્લૂ મૂન કહેવાય છે. આ ચંદ્ર સામાન્ય પૂર્ણિમાના ચંદ્રની જેમ જ હોય છે. જો કે આ વખતે આ ચંદ્ર એટલો નજીક નહીં હોય જેટલો પૂર્ણિમાનો ચંદ્ર દેખાય, આ સમયે તે પૃથ્વીથી ઘણો દૂર હશે.
નોંધનીય છે હેલોવીન પ્રતિ વર્ષ ઑક્ટોબર મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31મી ઑક્ટોબરે મનાવવામાં આવે છે. ગૈલિક પરંપરાને માનવાવાળા લોકો આ દિવસને તહેવારની જેમ ઉજવે છે. આ પાકની સીઝનનો છેલ્લો દિવસ હોય છે, આ જ દિવસથી ઠંડીની શરુઆત થાય છે.
(સંકેત)