- માનહાનિ કેસમાં દોષિત વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આપ્યું નિવેદન
- જો કે પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો ઇનકાર કરી દીધો
- 14 ઑગસ્ટે કોર્ટે પ્રશાંત ભૂષણને દોષી ઠેરવ્યા હતા
માનહાનિ કેસમાં દોષિત વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં પોતાનું નિવેદન આપ્યું છે. આ સાથે પ્રશાંત ભૂષણે બિનશરતી માફી માંગવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને માનહાનિ કેસમાં બિનશરતી માફી માંગવા માટે આજની મુદત આપી હતી. આપને જણાવી દઇએ કે 14 ઑગસ્ટે કોર્ટે પ્રશાંત ભૂષણને દોષી ઠેરવ્યા હતા અને સજા અંગેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
Advocate Prashant Bhushan files supplementary reply in the suo motu contempt proceeding before Supreme Court for his tweets against former SC judges. "I believe that SC is the last bastion of hope for protection of fundamental rights," he says. pic.twitter.com/ZxqBw0Qp2l
— ANI (@ANI) August 24, 2020
If I retract a statement before this court that I otherwise believe to be true or offer an insincere apology, that in my eyes would amount to contempt of my conscience & of an institution that I hold in highest esteem: Prashant Bhushan's supplementary reply in contempt case https://t.co/HDzCm9jhGS
— ANI (@ANI) August 24, 2020
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ અગાઉ સુપ્રીમ કોર્ટે ભૂષણની અપીલ ફગાવી દીધી હતી, જેમાં ભૂષણે સજા અંગેની સુનાવણી મુલતવી રાખવા અને સમીક્ષા અરજી કરવાની તક આપવા અરજી કરી હતી. ભૂષણે સજા મામલે બીજી બેંચમાં સુનાવણી કરવાની પણ અપીલ કરી હતી, પરંતુ કોર્ટે તેને પણ ફગાવી દીધી હતી.
મહત્વનું છે કે, કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અંગે વિવાદાસ્પદ ટ્વીટ કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે 14 ઑગસ્ટના રોજ પ્રશાંત ભૂષણને દોષિત જાહેર કર્યા હતા. ન્યાયાધીશ અરુણ મિશ્રા, બીઆર ગવઇ અને કૃષ્ણ મુરારીની બેંચે કહ્યું હતું કે, 20 ઑગસ્ટે સજા મામલે ચર્ચા કરવામાં આવશે.
(સંકેત)