નવી દિલ્હી: ભારતે સ્વદેશી એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલ નાગના ત્રણ સફળ પરીક્ષણો પૂર્ણ કર્યા છે. રાજસ્થાનના પોખરણમાં રવિવારે નાગનું દિવસ અને રાત્રે બંને સમયે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સેનાના સૂત્રો પ્રમામે, આ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલે પોતાના ડમી ટાર્ગેટ પર અચૂક નિશાન સાધ્યું છે. હવે માનવામાં આવે છે કે તેના ભારતીય સેનામાં ટૂંક સમયમાં સામેલ કરી શકાય છે.
થર્ડ જનરેશન ગાઈડેડ એન્ટિ ટેન્ક મિસાઈલ નાગનું ઉત્પાદન આ વર્ષના આખરમાં શરૂ થઈ જશે. અત્યાર સુધી તેની ટ્રાયલ ચાલી રહી હતી. 2018આ મિસાઈલની વિન્ટર યૂઝર ટ્રાયલ કરવામાં આવી હતી. ભારતીય સેના 8 હજાર નાગ મિસાઈલ ખરીદી શકે છે. જેમાં પ્રારંભિક તબક્કામાં 500 મિસાઈલોનો ઓર્ડર આપવામાં આવે તેવી સંભાવના છે. નાગનું નિર્માણ ભારતમાં મિસાઈલ બનાવનારી એકમાત્ર સરકારી કંપની ભારત ડાયનેમિક્સ લિમિટેડ – હૈદરાબાદ કરશે.
2017 અને 2018માં નાગ એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઈલના બે સફળ પરીક્ષણ થઈ ચુક્યા છે. બંને ટેસ્ટ રાજસ્થાનના પોખરણમાં ફાયરિંગ રેન્જમાં પૂર્ણ કરવામાં આવ્યા છે. ડીઆરડીઓનું માનીએ તો આ મિસાઈલની ઘણી ખૂબીઓ છે. ઈમેજ દ્વારા આ મિસાઈલ પોતાનું અચૂક નિશાન સાધે છે અને દુશ્મની ટેન્કનો પીછો કરીને તેને તબાહ કરી દે છે.
નાગ મિસાઈલ વજનમાં એટલી હલ્કી છે કે તેને આમતેમ આસાનીથી લઈ જઈને ઉપયોગમાં લઈ શકાય છે. પહાડી અથવા અન્ય કોઈ સ્થાન પર મિકનાઈઝ્ડ ઈન્ફેન્ટ્રી કોમ્બેટ વ્હીકલ દ્વારા લઈ જવી ઘણી સરળ છે. તેનું કુલ વજન માત્ર 42 કિલોગ્રામ છે.
નાગ મિસાઈલ બનાવવામાં અત્યાર સુધીમાં 350 કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ થઈ ચુક્યો છે. તેની ખાસિયત છે કે તે દિવસ અને રાત્રે બંને સમયે પ્રહાર કરી શકે છે. આ મિસાઈલને 10 વર્ષ સુધી કોઈપણ રખરખાવનો ઉપયોગ કર્યા વગર વાપરી શકાય છે. આ 230 કિલોમીટર પ્રતિ સેકન્ડના હિસાબથી પોતાના ટાર્ગેટને ભેદી શકે છે. તેની સાથે આ 8 કિલોગ્રામ વિસ્ફોટક લઈને ચાલી શકે છે.