બાગપત: બાગપતના બડૌતમાં કાંવડ લઈને મુસ્લિમોના બે પક્ષોમાં વિવાદનો મામલો સામે આવ્યો છે. બડૌતના વતની એક મુસ્લિમ યુવક ઈરશાદનો આરોપ છે કે તેના સમુદાયના લોકોએ જ તેને ખરાબ રીતે માર માર્યો છે. ઈરશાદે જણાવ્યું કે આની પાછળ તે કાંવડ યાત્રામાં હરિદ્વાર ગયો તો તેને કારણ બનાવવામાં આવ્યું હતું.
ઈરશાદ ગંગાજળ લઈને તેના ઘરે પાછો ફરી રહ્યો હતો, તેને આમ કરતો જોઈને મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ વાંધો વ્યક્ત કર્યો અને તેને કારણે વિવાદ વધી ગયો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ ગંગાજળ લઈને કાંવડ યાત્રાએથી પાછા ફરતા ઈરશાદને કહેવાનું શરૂ કર્યું કે તે ધર્મની વિરુદ્ધ જઈ રહ્યો છે. તેના પછી લોકોએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું.
બાગપતના આ મુસ્લિમ યુવકને તેની શિવભક્તિ ભારે પડી. યુવક હરિદ્વારથી ભોલાના ડ્રેસમાં કાવડિયો બનીને ગંગાજળ લાવ્યો હતો. તેની આ વાત તેના જ સમુદાયના લોકોને પસંદ પડી નહીં. મુસ્લિમ યુવકનો આરોપ છે કે પાડોશમાં રહેતો મુસ્લિમ યુવક તેના ઘરે આવ્યો અને તેને માર માર્યો હતો.
આ યુવકને તમંચો દેખાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી અને મુસ્લિમ ધર્મ છોડવા માટે દબાણ પણ બનાવ્યું હતું. આ મામલો કોતવલી બડૌત વિસ્તારના બડકા ગામનો છે. અહીંથી જ ઈરશાદ નામનો મુસ્લિમ યુવક તેના હિંદુ મિત્રો સાથે હરિદ્વારા કાંવડ લાવવા માટે ગયો હતો.
હરિદ્વારમાં તેણે પણ ખુદને કાવડિયાના રંગાં રંગવાનું કામ કર્યું. તેણે ત્યાં વીડિયો પણ બનાવ્યો અને તેમા તેણે બમ બમ ભોલેના જયકારા પણ લગાવ્યા છે. તમામ કાવડિયા સાથે બાદમાં ઈરશાદ ગંગાજળ લઈને શિવરાત્રિના દિવસે 30 જુલાઈએ પાછો પોતાના ગામમાં આવ્યો હતો. પરંતુ તે ગામના રહેતા તેના પાડોશી જાહિદને આ પસંદ પડયું નહીં અને તેણે ઈરશાદના ઘરે જઈને તેને માર માર્યો હતો.
જ્યારે ઈરશાદે શિવમાં આસ્થા વ્યક્ત કરવાની વાત કહી તો જાહિદે તેને જાનથી મારવાની વાત કહેતા ધમકી આપી કે તે ગામ છોડી દે અથવા ઈસ્લામ છોડી દે. ઈરશાદે કહ્યુ કે તે જીવ બચાવીને પોલીસ સ્ટેશન પહોંચ્યો અને બાદમાં જાણકારી મળતા હિંદુ સંગઠનના લોકો પણ કોતવાલી પહોંચી ગયા. યુવકે ફરિયાદ દાખલ કરાવી છે અને યુવક ઈરશાદે પોલીસને આની લેખિત ફરિયાદ આપી છે.