1. Home
  2. revoinews
  3. સત્તાના નશામાં ચકચૂર કોંગ્રેસ કોર્પોરેટરના ભાઈએ બે મહિલાઓને ખરાબ રીતે માર માર્યો
સત્તાના નશામાં ચકચૂર કોંગ્રેસ કોર્પોરેટરના ભાઈએ બે મહિલાઓને ખરાબ રીતે માર માર્યો

સત્તાના નશામાં ચકચૂર કોંગ્રેસ કોર્પોરેટરના ભાઈએ બે મહિલાઓને ખરાબ રીતે માર માર્યો

0
Social Share

નવી દિલ્હી:  મહિલાઓ સામે હિંસા અને અત્યાચારના અહેવાલોથી આખો દેશ શર્મસાર થઈ રહ્યો છે. ત્યારે પંજાબના મુક્તરસરથી એક એવી ઘટના સામે આવી છે કે જેમાં કોંગ્રેસના કોર્પોરેટરના ભાઈએ સત્તાના નશામાં ચકચૂર બનીને મહિલાઓ સાથે મારપીટ કરી છે. આવા મામલાઓ મહિલાઓની સુરક્ષાની સામે તો સવાલ ઉભા કરી જ રહી છે, તેની સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલ ઉઠાવે છે.

પંજાબના મુક્તસરમાં આરોપી દ્વારા તેના સાથીદારો સાથે મળીને એક મહિલાની બેરહેમીથી પિટાઈ કરામાં આવી છે. જાણકારી પ્રમાણે, આરોપીના ભાઈ કોંગ્રેસના કોર્પોરેટર રાકેશ ચૌધરી છે. તેના કારણે આરોપીઓ પોલીસના ખોફ વગર મહિલાને આટલી બર્બરતાથી માર માર્યો છે.

જાણકારી પ્રમાણે, નાણાંની લેવડ-દેવડને લઈને આખી ઘટના બની હતી. શુક્રવારે સવારે પહેલા આરોપી મહિલા અને તેની પુત્રીને ઘરમાંથી ખેંચીને શેરીમાં લાવવામાં આવ્યા અને અહીં ખરાબ રીતે તેમને માર મારવામાં આવ્યો હતો. મહિલા અને તેની પુત્રીને બેલ્ટથી માર માર્યા બાદ બંનેને લાતો મારવામાં આવી હતી.
હેરાન કરનારી બાબત એ હતી કે એક તરફ જ્યાં દરિંદગીનો આખો ખેલ ચાલી રહ્યો હતો, તો બીજી તરફ લોકો મજા લઈને તમાશો જોતા રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ આખા મામલાનો વીડિયો એક નવ વર્ષના બાળકે બનાવ્યો હતો. જે બાદમાં વાઈરલ થયો છે.

આ આખા મામલામાં એસએસપી મંજિત ઢેસીએ કહ્યુ છે કે પોલીસે આ મામલામાં છ લોકોની ધરપકડ કરી છે, તેમને કડક સજા અપાવવામાં આવશે. તો બંને મહિલાઓને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code