દેશમાં કોરોનાએ ફરી માથું ઊચક્યૂં – છેલ્લા 24 કલાકમાં સામે આવ્યા 45 હજારથી વધુ કેસ- તમામ રાજ્યમાં તંત્ર એલર્ટ
- દેશમાં કોરોનાએ ફરી માથું ઊચક્યૂં
- છેલ્લા 24 કલાકમાં 45 હજારથી વધુ કરેસ નોંધાયા
- તમામ રાજ્યમાં તંત્ર એલર્ટ
નવી દિલ્હી -: સમગ્ર દેશમાં ફરી એક વાર તહેવારો બાદ કોરોનાનો કહેર વકર્યો છે, કોરોનાના કેસમાં સતત 3-4 દિવસથી વધારો થતો જોવા મળી રહ્યો છે, જેમાં છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો કોરોના વાયરસના નવા 46 હજારથી પણ નવા કેસ નોંધાય ચૂક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી શનિવારના રોજ જારી કરવામાં આવેલા આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીઘે દેશમાં 564 લોકોનાં મોત થયા છે.
આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ આંક 90 લાખ 50 હજારને પાર પહોચંયો છે, જેમાં અત્યારે કુલ એક્ટિવ કેસોના સંખ્યા 4 લાખ 39 હજાર 747 થઈ છે. દેશમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓ 84 લાખ 78 હજારને પાર થઈ છે. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થવાનો દર 93.7 ટકા થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 49 હાજર 715 લોકોએ કોરોનાથી સાજા થયા છે.
કોરોનાને કારણે હાલ સુધી કુલ 1 લાખ 32 હજાર 726 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સાથે દેશમાં મૃત્યુદર 1.5 ટકાએ પહોંચ્યો છે, આ સાથે જ દેશમાં 20મી નવેમ્બરના રોજ 10 લાખ 66 હજાર 022 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ 13 કરોડ 06 લાખ 57 હજાર 808 સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે.
ગુજરાતમાં પણ વકર્યો કોરોના
રાજય ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો રહ્યો છે જો નવા કેસની વાત કરીએ તો અહીં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1 હજાર 420 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1 હજાર ને 40 દર્દીઓ સાજા પણ થયા છે.
વિતેલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 7 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3 હજાર 837 એ પહોચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1 લાખ 94 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે.જેમાં 13 હજાર 50 જેટલા કેસ એક્ટિવ જોવા મળ્યા છે, અહી સાજા થનારાનો દર 91.03 ટકા નોંધાયો છે.
સાહીન-