- ગુજરાતમાં લંબાયું ચોમાસું
- ઓક્ટોબર મહિનામાં પણ વરસાદનું આગમન
- અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેસરના કારણે ચોમાસું લંબાયું
- બનાસકાંઠામાં 3 વર્ષમા પ્રથમ વાર ક્ટોબરમાં પણ વરસાદ
ગુજરાતનો બનાસકાંઠા વિસ્તાર એટલે નહીવત વરસાદ પડ્યા માટે જાણીતો,જ્યા ઉનાળામાં સતત પાણીનો અભાવ હોય અને ભરચોમાસે પણ અહિં વરસાદની આતુરતાથી હજું રાહ જોવાતી હોય ત્યારે આ મહિનામાં અહિ વરસાદનું જોર રહ્યું છે,ચાલું સિઝનની જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં વરસાદની ઋતુ લંબાઈ ચૂકી છે,ઓક્ટોબર મહિનામાં તો ચોમાસું પાછુ ફરતુ હોય છે તેના બદલે હાલ તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો.
જો ગુજરાતના બનાસકાંઠાની વાત કરીએ તો,વર્ષ 2016 પછી આજે પ્રથમ વાર અહિ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખાબક્યો છે,ત્યારે ચોમાસાના લંબાવાનું કારણ અરબ સાગરમાં વેલમાર્ક લો પ્રેસર અને કચ્છમાં સર્જાયેલ અપર એર સાયક્લોનિક સિસ્ટમને માનવામાં આવી રહ્યું છે.
અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેસરના કારણે સમગ્ર રાજ્યમાં 30 સપ્ટેમ્બરથી લઈને 1લી ઓક્ટોબર સુધી બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી મધ્ય વરસાદ ખાબક્યો હતો,ત્યારે 4 ક્ટોબરના રોજ પણ અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું હતું જેની અસર જનજીવન પર જોવા મળી હતી.
આમ તો સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના અંત સુઘીમાં ચોમાસું પૂર્ણ થઈ જતું હોય છે.પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનાના પહેલાજ અઠવાડિયામાં બનાસકાંઠાના વિસ્તારોમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ પડી ચૂક્યો છે.
ચોમાસું ઓક્ટોબર માસ સુધી સક્રીય રહેતા ખેડૂતોના પાકને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે,તે સિવાય પણ જ્યા ત્યા પાણીનો ભરાવો થવાની સાથે અનેક રોગચાળાએ લોકોના ઘરમાં પ્રવેશ કર્યો છે,તે સાથે-સાથે મચ્છરથી થતા રોગોમાં વઘારો નોંધાયો છે,
ચાલુ સિઝનમા કચ્છમા અપર એર સાયક્લોનિક સિસ્ટમ તથા સપ્ટેમ્બર માસના છેલ્લા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ સક્રિય થઈ હતી.બાદમાં વેલમાર્ક લો પ્રેસર ડીપ ડિપ્રેશનમા ફેરવાયા બાદ સિસ્ટમ નબળી પડી ગઈ હતી.જેના કારણે ચોમાસું લાબું ખેંચાઈ રહ્યું છે અને ચોમાસાની જતા રહેવાની સિઝનમાં પણ વરસાદનું આગમન અવારનવાર થતું રહે છે.