87 વર્ષના વૃદ્ધનો પોતની મૃત પત્ની માટેનો પ્રેમ
પત્નીની અસ્થિઓ સાથે જોવે છે પોતાના મૃત્યુની રાહ
પત્નીને આપી હતી સાથે જીવવા –મરવાની કસમ
પત્ની સાથે મરવાનો વાયદો ન નિભાવી શક્યા
27 વર્ષોથી સાચવી રાખી છે પત્નીની અસ્થિઓ
આપણે ધણા લોકોને એક બીજા માટે અતૂટ પ્રેમ કરતા તો જોયા જ છે,સાથે જીવવા અને મરવાની કસમો ખાતા પણ જોયા છે,એક બીજાના ગળાડૂબ પ્રેમમા પડનારો યૂવા વર્ગ આજે જ્યા ત્યા જોવા મળી જતો હોય છે પરંતુ આજે તમને આ બધાથી કઈક જુદી પ્રેમની મિશાલની વાત સંભળાવીયે.
બિહારના પૂર્ણિયાથી પતિ-પત્ની વચ્ચેનો અતૂટ સંબંધોનો એક કીસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પતિ તેની પત્નીના મૃત્યુના 27 વર્ષ વિત્યા પછી પણ પોતે લીધેલા કસમ પર કાયમ છે. વાત જાણે એમ છે કે,પત્નીના મૃત્યુને 27 વર્ષ વીતી ગયા હોવા છતા પણ આ પતિ હજી પણ તેની તેટલીજ સંભાળ રાખે છે જેટલી તે પહેલાં રાખતો હતો. પતિએ છેલ્લા 27 વર્ષથી તેની પત્નીની ચિતાની રાખને એ આશાથી સાચવી રાખી છે કે,જ્યારે તે મરી જશે, ત્યારે તેની પત્નીની અસ્થિઓ પણ તેના કફનમાં હશે.
પૂર્ણિયાના 87 વર્ષીય સાહિત્યકાર ભોલાનાથ આલોકે પત્નીને આપેલા વચનને નિભાવવા માટે તેની પત્નીની અસ્થિઓને સાચવી રાખી છે. તેમણે તેમની પત્ની જીવીત હતા ત્યારે સાથે જ જીવવાની અને સાથે જ મરવાની કસમો ખાધી હતી, પણ કુદરતન સામે સૌ કોઈ લાચાર છે અને તેમના સાથે આવું થઈ શક્યું નહીં અને તેમની પત્ની પદ્યા રાણી ભોલાનાથ આલોકનો સાથ છોડીને આ દુનિયામાંથી ચાલી નીકળી હતી,27 વર્ષ પહેલા ભોલાનાથની પત્ની મૃત્યુ પામી છે,ત્યારે હવે ભોલાનાથ આલોક 27 વર્ષથી એકલા તે વચનને નિભાવી રહ્યા છે.
ભોલાનાથે વચન પુરુ કરવા માટે પોતાના સંતાનો ને કહી રાખ્યું છે કે પોતાના મૃત્યુ પછી તેમની ચિતામાં પત્નીની અસ્થિઓને પણ પોતાની ચિતાની અગ્નિના હવાલે કરે.
આજના સમયમાં પતિ-પત્નીના બેવફાઈના કીસ્સાઓ સામાન્ય થઈ ગયા છે, જો બન્નેમાંથી કોઈ પણ એકનું મૃત્યુ થઈ જાય તો કોઈ એક તેની ચીજ વસ્તુ પણ સંભાળીને નથી રાખતું હોતું ઉપરાંત બીજા લગ્ન કરીને પોતાના બીજા લગ્ન સંસારમાં પડી જાય છે.તેવા આ ઘોર કળીયુગમાં 27 વર્ષ સુધી પત્નીને આપેલું વચન પાળવા માટે તેની અસ્થિઓને સંભાળીને રાખી છે તે આજના પ્રેમી યુગલો કે પતિ-પત્ની માટે નસીહત લેવા જેવી વાત છે,
ભોલાનાથ આલોકે તેની પત્નીની અસ્થિતઓને તેના ઘરના એક ઝાડ ઉપર સાચવીને રાખી છે. જ્યારે પણ તે એકલા પડે છે ત્યારે તે ઝાડ પરના બંડલમાં લટકતી તેની પ્તનીની અસ્થિઓને જોતા રહે છે. ભોલાનાથ આલોક કહે છે કે “બાળપણમાં જ તેમના લગ્ન થઈ ગયા હતા. પત્ની ખૂબ જ સરળ સ્વભાવની હતી. બંનેએ એક સાથે રહેવાની અને સાથે મરવાની શપથ લીધી હતી. પરંતુ તેઓ સાથે મરવાનું વચન તો નહી નિભાની શક્યા જેના કારણે તેઓ તેમની પત્નીની અસ્થિઓને સાચવીને રાખી છે જેના કારણે તેઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે તે વચન પુરુ કરી શકે”.
ભોલાનાથ આલોકના જમાઈનું કહેવું છે કે, તેમનો અતૂટ પ્રેમ દર્શાવે છે,જે ક્યાક ને ક્યાક આ વાત સુખની અનુભૂતિ પણ કરાવે છે, આ સાથે જ સમાજમાં ઉલજેલા અને તૂટતા સંબંધો માટે દાઉહરણ બને છે,ભોલાનાથની માત્ર એક જ પુત્રી છે અને તે તેમની સાથે જ રહે છે.આમ ભોલાનાથનો તેમની પત્ની પ્રત્યેનો અતૂટ પ્રેમ તેમના પ્રેમની મિશાલ બને છે.