અલીગઢ: ઉત્તરપ્રદેશના અલીગઢમાં માત્ર અઢી વર્ષની બાળકીની નિર્મમ હત્યાએ આખા દેશને ખળભળાવી દીધો છે. આમ આદમીથી લઈને ફિલ્મી સિતારા સુધી આ દરિંદગી પર પોતાના ગુસ્સાનો ઈજહાર કર્યો છે. અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશન ક્ષેત્રના બૂઢા ગામમાં 31 મેના રોજ એક બાળકી લાપતા થઈ ગઈ હતી. બાળકીના પરિવારજનોએ આખી ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ પણ નોંધાવ્યો હતો.
બાળકીના લાપતા થવાના પાંચ દિવસ બાદ લોકોએ કચરના ઢગલામાં શ્વાનના ઝુડંને એક લાશ જેવી ચીજને ખેંચતા જોયું હતું. તેના કારણે તીવ્ર દુર્ગંધ પણ આવી રહી હતી. જ્યારે લોકો નજીક ગયા તો ખબર પડી કે આ તે માસૂમની લાશ છે કે જે 31 મેના રોજ ગુમ થઈ હતી. પહેલા આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે બાળકી સાથે દરિંદાઓએ પહેલા હેવાનિયત કરી અને બાદમાં તેની હત્યા કરી દીધી હતી. પરંતુ પોલીસે બળાત્કારની વાતનો ઈન્કાર કર્યો છે.
જે પરિસ્થિતિમાં બાળકીની લાશ મળી છે, તેને જોઈને કોઈનું પણ દિલ ડહોળાઈ શકે છે. બાળકીની આંખ બહાર નીકળી ગઈ હતી અને હાથ શરીરથી અલગ પડી ગયો હતો. માસૂમની ભાળ મળવામાં વિલંબ થવાને કારણે તેના પરિવારજનોએ અન્ય લોકો સાથે મળીને સ્થાનિક પ્રશાસન વિરુદ્ધ દેખાવ પણ કર્યો.
બાળકીની રેપની આશંકાને લઈને અલીગઢના એસપી આકાશ કુલહરીએ કહ્યુ છે કે બાળકીનું મોત ગળું દબાવીને નીપજવામાં આવ્યું અને તેની સાથે બળાત્કાર થયો નથી. પોલીસના દાવા મુજબ, આ વાતનો ખુલાસો પોસ્ટમોર્ટમ દ્વારા થયો છે.
પોલીસે બાળકીની હત્યાનું કારણ પરસ્પર અદાવત હોવાનું ગણાવ્યું છે અને આ મામલામાં બે લોકોની ધરપકડ પણ કરી છે. પીડિત પરિવારે આ મામલામાં આરોપીની પત્ની અને તેના નાના ભાઈને પણ આરોપી બનાવવાની માગણી કરી છે.
પોલીસે કહ્યું છે કે આ હત્યાને માત્ર પાંચ હજાર રૂપિયાના ઝઘડાને કારણે કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે 40 હજાર રૂપિયાના કર્જમાં પીડિત પરિવારે 35 હજાર રૂપિયા પાછા આપી દીધા હતા અને પાંચ હજાર રૂપિયાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
હવે અલીગઢથી લઈને આખા દેશમાં સોશયલ મીડિયા પર લોકો આ ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને હત્યારાઓને ઝડપથી કડક સજા અપાવવાની માગણી કરી રહ્યો છે.