1. Home
  2. revoinews
  3. મંત્રી નીતિન ગડકરીએ રત્નાગીરી-નાગપુર હાઈવે નિર્માણનો નકશો બદલ્યો  -400 વર્ષ જુના વૃક્ષનો કર્યો બચાવ
મંત્રી નીતિન ગડકરીએ રત્નાગીરી-નાગપુર હાઈવે નિર્માણનો નકશો બદલ્યો  -400 વર્ષ જુના વૃક્ષનો કર્યો બચાવ

મંત્રી નીતિન ગડકરીએ રત્નાગીરી-નાગપુર હાઈવે નિર્માણનો નકશો બદલ્યો  -400 વર્ષ જુના વૃક્ષનો કર્યો બચાવ

0
Social Share
  • 400 વર્ષ જુના વટવૃક્ષ માટે નકશો બદલ્યો
  •  મંત્રીએ તેમનો નિર્ણય છેવટે બદલ્યો
  • મંત્રી નીતિન ગડકરીએ રત્નાગીરી-નાગપુર હાઈવે નિર્માણનો નકશો બદલ્યો
  • આ હાઈવેમાં 400 વર્ષ જુવુ વૃક્ષ નડતર હતું તેનો બચાવ કર્યો

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં આવેલા ભોસે ગામનું એક વૃક્ષ છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં ચર્ચીત છે,વાત જાણે એમ છે કે આ ઘટાદાર વડનું વૃક્ષ 400 વર્ષથી અડીખમ છે,આટલા વર્ષો જુના વૃક્ષને લઈને અનેક ખબરો વાયરલ થઈ હતી,આ ભોસે ગામ નજીક એક નવા હાઇવેનું નિર્માણ કરવાનું હતું જેને લઈને રસ્તામાં નડતું આ વૃક્ષ કાપવું પડે તેમ હતું, જો કે આ વાતને લઈને અનેક પર્યાવરણ પ્રેમીઓ વિરોધ કર્યો હતો પરંતુ હાઇવે બનાવવાની યોજના હેઠળ તેના કોન્ટ્રેક્ટરે વિરોધ કરનારની બાબતોની અવગણના કરી હતી.

રોડનું નિર્માણ કરવા માટે 400 વર્ષ જુનુ વૃક્ષ કાપવાનો વિરોધ વકર્યો હતો તે વાતની જાણ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરને કરવામાં આવી હતી,તેમણે આ બાબતે ધ્યાન આપીને એક્શન લેતા તરત રાજ્યના મંત્રી નીતિન ગડકરીને આ વૃક્ષને બચાવવાની માંગણી કરી હતી,ત્યારે હવે પર્યાવરણ મંત્રી સાથે વાત કરીને રાજ્ય વાહન માર્ગ મંત્રીએ આ વૃક્ષને ન કાપવાનો નિર્ણય લઈને રોડ બનાવવાના નક્શાને જ બદલી નાખ્યો છે અને નવા નકશા મુજબ પ્રોજ્કટ પર કામ કરવા જણાવ્યું હતું.

નવા નિર્માણ પામનારો રોડ રત્નાગીરી-નાગપુર હાઈવે નંહર 166 સાંગલી જીલ્લાના ભોસે ગામ પાસેથી પસાર થતો હતો,સાંગલી જીલ્લાના પ્રયાવરણવાદી કાર્યકર્તાઓ આ વૃક્ષ કાપવાનો સખ્ત વિરોધ દર્શાવ્યો હતો,આ વિરોધ સોશ્યલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલ ,સમાચાર પત્રો સુધી વકર્યો હતો જેને લઈને પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરે તેમાં દખલગીરી કરવાની ફરજ પડી અને રાજ્ય વાહન માર્ગ મંત્રી નિતીન ગડકરીને આ અંગે વૃક્ષ બચાવવાની અપીલ કરવામાં આવી હતી.

ત્યાર બાદ મંત્રી નીતિન ગડકરીએ તેમના અધિકારીઓ સાથે વાતચીત કરીને આ હાઈવેના નકશાને બદલવા કહીને વૃક્ષને બચાવવા જણાવ્યું હતું અને છેવટે મંત્રીએ પર્યાવરણ પ્રત્યે પ્રેમ જતાવીને સમગ્ર રોડનો નકશો ફેરવી કાઢ્યો અને 400 વર્ષ જુનુ વૃક્ષ બચાવી લીઘું.

આ પહેલા પણ મહારાષ્ટ્રમાં બૂલેટ ટ્રેનને લઈને હજારો વૃક્ષોનું નિકંદન અટકાવવા માટે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી,હવે પર્યાવરણ પ્રેમીઓ જાગૃત થયા છે,તેઓ ભૌતિક સુવિધાઓ માટે હવે પર્યાવરણનું બલિદાન નહી કરે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code