દેશભરમાં મોદીજીએ પ્લાસ્ટિક વિરુધ એક અનોખી જંગ છેડી છે, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના આહવાન બાદ દિલ્હી નગર પાલિકા પ્લાસ્ટિકના વિરોધમાં સખ્ત બની હતી,વિતેલા દિવસોમાં ઉત્તરીય એમસીડીએ લગ્ન અને અન્ય સામુહીક કાર્યક્રમો માટે પ્લાસ્ટિકને પુરી રીતે બેન કરવાનો નિર્ણય લીધો છે ત્યારે હવે દક્ષિણ એમસીડીને પહેલું પ્લાસ્ટિક મુક્ત બજાર તરીકે જાહેર કર્યું છે.
દક્ષિણી દિલ્હીના ટાગોર ગાર્ડનની ફળ અને શાકભાજી માર્કેટને દિલ્હીની પ્રથમ પ્લાસ્ટિક મુક્ત બજાર તરીકે જોહેર કરવામાં આવ્યું છે,હકીકતમાં દક્ષિણ એમસીડી મેયર સુનિતા કાંગરા અને સ્થાયી સમિતિના ચેરમેન ભૂપેન્દ્ર ગુપ્તાએ સવારે આ બજારમાં અધિકારીઓ સાથે એક અભિયાન ચલાવ્યું ચલાવ્યું હતું અને દરેક દુકાનમાંથી પ્લાસ્ટિકની થેલીઓ હટાવીને ત્યાં કપડાં અને કાગળની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
હાલાંકિ ટાગોર ગાર્ડનની આ બજારમાં પ્લાસ્ટિકના વિરુધમાં અભિયાન કેટલાક મહિનાઓથી ચાલી રહ્યું છે,ત્યાર બાદ દક્ષિણ એમસીડીએ આ બજારને દિલ્હીની પ્રથમ પ્લાસ્ટિક મુક્ત માર્કેટ તરીકે જોહેર કર્યું છે અત્યાર સુધી સાઉથ એમસીડીએ 396 લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા માટે દંડ કર્યો છે, જોકે દક્ષિણ એમસીડીએ 40 સ્થળો ઓળખીલીધા છે કે જ્યાં સામાન્ય લોકો પ્લાસ્ટિક જમા કરી શકે છે.
જો કે પ્લાસ્ટિકના વિરોધમાં દિલ્હી સરકાર છેલ્લા વર્ષથી ખુબજ કડક બની છે,પરંતુ આ વચ્ચે સરકારે પ્લાસ્ટિકના ઉપયોગ પર બાજ નજર રાખીને બેસી છે,દિલ્હી સરકારમાં પર્યાવરણ મંત્રી મરાન હુસેનનું કહેવું છે કે,દિલ્હી સરકાર શરુઆતથીજ પ્લાસ્ટિકના પ્રદુષણોને જાણતા તેના ઉપયોગ પર રોક લગાવવાની માંગ ઉઠાવી રહી હતી.