‘વર્લ્ડ સાઈકલ ડે’ પર મુલાયમ પાસેથી ‘તફડાવેલી’ અખિલેશની સાઈકલ પરથી ઉતરી ગયો માયાવતીનો હાથી!
દુનિયાભરમાં આજે સાઈકલ દિવસની ઉજવણી થઈ રહી છે. દરેક પર્યાવરણની દુહાઈ આપીને લોકોને અપીલ કરી રહ્યા છે કે સાઈકલનો ઉપયોગ કરે. તેનાથી તમે ફિટ પણ રહેશો અને હિટ પણ. પરંતુ ફિટ અને હિટના આ ફોર્મ્યુલાથી ઈત્તર ભારતીય રાજનીતિમાં સાઈકલ માટે ત્રણ જૂનનો દિવસ કંઈક યાદગાર રહ્યો નથી.
લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ જ્યારે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી સમીક્ષા કરવા બેઠા તો તેમનો ગુસ્સો સમાજવાદી પાર્ટી પર ખૂબ નીકળ્યો.
માયાવતીએ પોતાની બેઠકમાં માની લીધું કે હાથી અને સાઈકલનું ગઠબંધન લોકોને પસંદ પડયું નથી. ભૂલ સાઈકલવાળા તરફથી વધારે રહી છે. માયાવતીએ આરોપ લગાવ્યો છે કે સાઈકલ ચલાવનારા નેતા જ પોતાના ઘરમાં જીતના દીપકને પ્રજ્વલિત કરી શકાય નહીં, તો તેમના વોટરોથી શું આશા કરી શકાય?
લોકસભાની ચૂંટણી વખતે જ્યારે સપા અને બસપા 25 વર્ષ જૂની રાજકીય દુશ્મની ભૂલીને ગઠબંધનમાં જોડાયા તો તેને ભારતીય રાજકારણમાં મોટું પરિવર્તન માનવામાં આવ્યું હતું. દરેક કહી રહ્યા હતા કે સપા-બસપાના આ ફોર્મ્યુલાનો તોડ મેળવવો ભાજપ માટે આસાન નહીં હોય.
પરંતુ નમો-નમોના મંત્ર પર ભાજપને એટલો ભરોસો હતો કે તેમણે તો જાણે કે નક્કી કર્યું હતું કે સપા-બસપાનું તૂટવું નક્કી છે. વડાપ્રધાન મોદીએ ખુદ આ વાતની ભવિષ્યવાણી કરી હતી કે 23મી મે બાદ સપા-બસપાની સાથે ઉલ્ટી ગણતરી શરૂ થઈ જશે.
સાઈકલ અને હાથી સાથે આવ્યા, થોડો તોલ-મોલ થયો અને પછી નક્કી થયું કે સાઈકલ નાની જ રહેશે અને હાથી મોટો ભાઈ બનશે. પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયું એ સાથે, છ માસ બાદ જ તે ગઠબંધન અધરમાં આવી પહોંચ્યું છે. લોકસભા ચૂંટણીમાં પરિણામો ગઠબંધનની આશાથી બિલકુલ વિપરીત સાબિત થયા છે. 38 બેઠકો પર લડનારી બીએસપીને માત્ર 10 અને 37 બેઠકો પર લડનારી સમાજવાદી પાર્ટીને માત્ર 5 બેઠકો પ્રાપ્ત થઈ હતી.
માયાવતીની તીખી નિવેદનબાજીથી આ સાથે સવાલ ઉભો થવા લાગ્યો છે. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વાયદો થયો હતો કે આ સાથે 2022માં થનારી વિધાનસભાની ચૂંટણી સુધી ચાલશે. જો કે હવે જેવા સંકેત મળી રહ્યા છે, તેનાથી 2022નું મિશન તો ઘણું દૂર જ લાગી રહ્યું છે.
બસ હવે જોવાનું છે કે ગઠબંધન આગળ ચાલશે અથવા નહીં ચાલે તથા નજર એના પર પણ હશે કે સાઈકલના પૈંડા પહેલા નીકળશે અથવા પહેલા હાથી સાઈકલની સવારીને અલવિદા કરી દેશે.