- જુવાર ખાવાના ફાયદા
- જુવાર ખાવાથી ચરબીનું પ્રમાણ વધતુ અટકે છે
સામાન્ય રીતે આપણે રોજિંદા જીવનમાં ઘંઉની રોટલી ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ, ઘણી જગ્યાએ બાજરીના રોટલા ખવાય છે પરંતુ જુવાર ઘાન્ય પણ શરીર માટે ખુબ જ ફાયદા કારક હોય. છે, જો કે મોટા ભાગે જુવારના રોટલા ઓછા પ્રમાણમાં ખવાતા હોય છે, પરંતુ જુવાર એ એવું ઘાન્ય છે કે તેની તાસીર ઠંડી હોય છે, આ સાથે જ વજન ઓછું કરવામાં તે મહત્વનો ભાગ ભજવે છે.
જુવારમાં ફાઇબર્સની માત્રા વધુ હોય છે જે ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જુવારમાં ફાઇબર્સ વધુ હોવાથી વેઇટલોસ માટે પણ ઉપયોગી છે. જુવારના લોટના રોટલા કે રોટલી ખાવાથી લાંબો સમય ભૂખ લાગતી નથી. વોટર રિટેન્શન, સોજા આવતા હોય એવા લોકોને જુવારની રોટલી ખાવાથી ફાયદો થાય છે.
જુવારના ખાસ ગુણઘર્મો એને તેના ફાયદાઓ જાણો
- જુવારની તાસીર ઠંડી હોય છે, એટલા માટે તેનું સેવન ગરમીઓમાં વધુ કરવામાં આવે છે
- શિયાળામાં જુવારના રોટલા નહીવત ખાવામાં આવતા હોય છે, પરંતુ ડાયટ કરતા લોકોએ જુવાર શિયાળામાં પણ ખાવી જોઈએ
- જુવારમાં પોટેશિયમ, ફોસ્ફોરસ, કેલ્શિયમ અને આયરન હોય છે.
- જુવાર આપણા હાડકા અને દાંતને મજબૂત બનાવી રાખે છે.
- જુવારના લોટમાં એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. તે ગ્લૂટેન રહિત અને નોન એલર્જિક હોય છે.
- જુવારના દાણાની રાખ બનાવીને મંજન કરવાથી દાંત હલવાનું, તેમાં દર્દ થવાનું બંધ તઈ જાય છે. સાથ જ પેઢાનો સોજો પણ સમાપ્ત થઈ જાય છે.
- જુવાર બવાસીર અને ઘાવોમાં લાભદાયક સાબિત થાય છે.
- જુવાર વિટામીન બી-કોમ્પલેક્સનો સારો સોર્સ છે.
- શાકાહારી લોકો માટે જુવારનો લોટ પ્રોટીનનો સારો સોર્સ છે.
- જુવાર અકે અભ્યાસ પ્રમાણે ખાસ પ્રકારના કેન્સરના ખતરા સામે લડવામાં મદદરુપ છે.
સાહિન –