મુંબઈ: મહારાષ્ટ્રની 10 હજાર સ્કૂલો-કોલેજોની કેન્ટિનમાંથી હવે ધીરેધીરે જંક ફૂડ સંપૂર્ણપણે બહાર કરવામાં આવશે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિશસ્ટ્રેશને સ્કૂલ-કોલેજોની કેન્ટિન માટે ગાઈડલાઈન્સ બાદ આ લાગુ કરવા માટે જાગરૂકતા અભિયાન શરૂ કર્યું છે. તેનો ઉદેશ્ય છે આરોગ્યપ્રદ ભોજનસામગ્રીને વધુમાં વધુ પ્રોત્સાહન આપવું. બાળકોમાં મેદસ્વીતા, દાંતની બીમારી અને ડાયાબિટિઝ જેવી બીમારીઓમાં ઝડપથી વધારો થતો દેખાઈ રહ્યો છે. તેને કારણે મહારાષ્ટ્ર એફડીએએ રાજ્યભરની 10 હજાર સ્કૂલો-કોલેજોમાંથી જંક ફૂડ હટાવીને આરોગ્યપ્રદ ભોજન સામેલ કરવાની ગાઈડલાઈન્સ જાહેર કરાયા બાદ હવે સ્વાસ્થ્યપ્રદ ભોજનને લઈને જાગરૂકતા અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.
વર્ષના આખર સુધીમાં આખા રાજ્યમાં બાળકોની કેન્ટિનમાં આરોગ્યપ્રદ ફૂડને લઈને અભિયાન ચલાવવામાં આવશે. મહારાષ્ટ્ર એફડીએએ સ્કૂલ-કોલેજોની કેન્ટિનના મેન્યુમાં પરિવર્તન કરવા માટે જણાવ્યું છે અને સ્કૂલોના મેન્યૂથી જંક ફૂડને બહાર કરવામાં આવ્યા છે. દેશભરમાં આવા પ્રકારની ગાઈડલાઈન્સ જાહેર કરનારું મહારાષ્ટ્ર પહેલું રાજ્ય છે અને રાજ્ય સરકારની દરેક સ્કૂલ-કોલેજોમાં ફૂડ ટેસ્ટિંગ લેબ્સ પણ સ્થાપિત કરવાની યોજના છે. જંક ફૂડમાં હાઈફેટ, હાઈ સુગર, હાઈ સોલ્ટવાળા ફૂડથી બાળકોમાં બીમારીઓના લક્ષણ વધી રહ્યા છે. માટે સ્કૂલોની કેન્ટિનનું મેન્યૂ બદલવા માટે કહેવામાં આવ્યું છે અને એફડીએની ગાઈડલાઈન્સ પ્રમાણે પ્રોટીનયુક્ત પૌષ્ટિક આહારને સામેલ કરવામાં આવે.
કેન્ટિનના મેન્યુમાંથી ચિપ્સ, નૂડલ્સ, કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ, પિત્ઝા, બર્ગર, કેક, બિસ્કિટ, બન, પેસ્ટ્રીજ બહાર કરીને સ્કૂલોમાં પૌષ્ટિક ચીજોના વેચાણને પ્રોત્સાહીત કરવાનું કહેવામાં આવ્યું છે. જેમાં ઘઉંની રોટલી, પરાઠા, મસ્ટી ગ્રેન ચપાતી, ચોખાની ખીર, દહીં, લસ્સી છાશ, વેજ સેન્ડવિચ, ખિચડી, નારિયેળ પાણી, શિકંજી જેવી આઈટમ્સને સામેલ કરવાનું કહેવામાં આવ્યું છે. તેના સિવાય સ્કૂલોની કેન્ટિનની સાફ-સફાઈ પર પણ ધ્યાન આપવું પડશે. હાઈજીન સાથે જોડાયેલું ચેકિંગ પણ એફડીએ કરશે.
હેલ્ધી ફૂડ સાથે જોડાયેલી ગાઈડલાઈન્સને લાગુ કરવામાં પ્રેક્ટિકલ મુશ્કેલીઓ છે, કારણ કે કેન્ટીન ચલાવનારાઓ માટે ટ્રેડિશનલ ફૂડ ફાયદાકારક નથી અને ઘણીવાર બાળકોને ખુશ કરવા મટે પેરેન્ટ્સ પણ તેને પ્રોત્સાહન આપે છે. પરંતુ મહારાષ્ટ્ર એફડીએની ગાઈડલાઈન્સ સ્કૂલો-કોલેજોની કેન્ટિનમાં હેલ્ધી ફૂડને જરૂર પ્રોત્સાહન આપશે. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્ર એફડીએના હેલ્ધી ફૂડ કેમ્પેનને જાગરૂકતા મિશન પ્રમાણે શરૂ કરવામાં આવ્યુ છે. એફડીએ હેલ્ધી ફૂડ કેમ્પેન ડિસેમ્બર-2019 સુધી ચલાવવામાં આવશે.