માધુરી દીક્ષિતનો જન્મ દિવસઃ ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ અભિનેત્રીના લાખો પ્રસંશકો
મુંબઈઃ 90ના દશકમાં કરોડોના દિલ ઉપર રાજ કરતી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતનો આજે જન્મ દિવસ છે. માધુરી દીક્ષિતે ફિલ્મી કેરિયરની શરૂઆચ અબોધ ફિલ્મથી કરી હતી. માધુરી દીક્ષિતે અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમજ માધુરીને પદ્મશ્રી ઉપરાંત અનેક એવોર્ડથી સન્માનીત કરવામાં આવી છે. એક સમયએ બોલીવુડમાં અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં માધુરી દીક્ષિત સૌથી વધારે ફી લેતી હતી. એટલું જ નહીં કારગિલ યુદ્ધ વખતે પાકિસ્તાને કાશ્મીરના બદલે માધુરી દીક્ષિતની માંગણી કરી હતી. આમ માધુરી દીક્ષિત માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાકિસ્તાનમાં સૌથી લોકપ્રિય અભિનેત્રી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારત ઉપરાંત પાકિસ્તાનમાં પણ તેમનો મોટો ચાહક વર્ગ હતો. તેની એક હસી ઉપર લાખો યુવાન કુરબાન થવા તૈયાર રહેતા હતા. માધુરીની ફિલ્મોના પોસ્ટર પાકિસ્તની યુવાનો પોતાના ઘરમાં લગાવતા હતા. દરેક યુવાનનું એક જ સ્વપ્ન હતું કે, એકવાર માધુરી દીક્ષિત સાથે મુલાકાત થાય.
ટીઓઆઈના એક રિપોર્ટ અનુસાર સરહદ ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. આ સમયે પાકિસ્તાનીઓએ કહ્યું હતું કે, અમે કાશ્મીર છોડી દઈશું, તમે અમને માધુરી દીક્ષિત આપી દો. આમ ભારત અને પાકિસ્તાનમાં માધુરી માટે જે દીવાનગી હતી તે આજે કોઈ અભિનેત્રી માટે જોવા મળતી નથી. માધુરી દીક્ષિતે તેજાબ, રામ-લખન, પરિંદા, સાજન, ખલનાયક, દિલ, બેટા, રાજા, હમ આપ કે હૈ કોન, પુકાર અને દેવદાસ જેવી અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દીલ જીતી લીધા હતા. માધુરી દીક્ષિતે 90ના દાયકામાં તે સમયમાં તમામ સુપર સ્ટાર સાથે ફિલ્મોમાં કામ કર્યું હતું.