- ગેસ સિલિન્ડરનો સર્જાય શેકે છે અભાવ
- સાઉદીના સંકટની અસર ભારત પર
- આવનારા દિવસોમાં તહેવાર હોવાથી સિલિન્ડરની માંગ પણ વધશે
- માંગ વધતા પુરવઠો પુરતા પ્રમાણમાં ન હોવાથી વર્તાશે અછત
તહેવારોની સીઝન શરુ થતા પહેલા એલપીજી સિલિન્ડરના પુરવઠામાં અભાવ વર્તાઈ રહેલો જોવા મળે છે,સાઉદી અરબની અરામકો પર ડ્રોન વડે થયેલા હુમલાને કારણે લિક્વિફાઇડ નેચરલ ગેસના કેટલાક શિપમેન્ટના સપ્લાયમાં વિલંબ થવાની સંભાવના છે.ત્યારે આવનારા દિવસોમાં ભારતનો સૌથી મોટો ગણાતો દિવાળીનો ઉત્સવ પણ આવી રહ્યો છે જેને કારણે સિલિન્ડરની માંગમા પણ વધારો થશે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન,ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કપંનીઓ એ વાતમાં વ્યસ્ત છે કે કઈ રીતે દિવાળી પહેલા દેશભરમાં એલપીજી સિલિન્ડરોની સપ્લાય કરી શકાય,બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, ઇન્ડિયન ઓઇલના અધ્યક્ષ સંજીવસિંહ ચૌહાણે કહ્યું કે, આગામી મહિનામાં એલપીજીની માંગમાં વધારો થશે તેવુ નુમાન કંપની દ્રારા કરવામાં આવી રહ્યું છે.
ઇન્ડિયન ઓઇલના ચેરમેને તે વાતનો સ્વીકાર કર્યો છે કે,ઓક્ટોબરમાં સપ્લાય કરવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે,તેમણે કહ્યું, ‘અમે વધુમાં વધુ એલપીજી મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને દરેક લોકો એજ પ્રયત્નોમાં લાગ્યા છે,કારણ કે ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં સિલિન્ડરની ખૂબ જ તંગીના અણસાર છે,જો કે તેમણે એમ પણ કહ્યું કે, આ કોઈ મોટી સમસ્યા નથી, તહેવારો પહેલા માત્ર થોડી કાળજી લેવાની જરુર છે.
જાણવા મળતી માહિતી મુજબ,અબૂ ઘાબી નેશનલ ઓઈલ કંપનીએ અમરાકોમાં થયેલા હુમલાના કારણે ભારતને એલપીજીની બે વધારાની શિપમેન્ટની ઓફર કરવામાં આવી છે. આ બંને કાર્ગો આવતા કેટલાક સપ્તાહમાં ભારત પહોંચશે. ભારત વિશ્વનો સૌથી મોટો બીજા નંબરનો એલપીજી આયાત કરનાર દેશ છે અને સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને કુવૈત જેવા વિદેશી સપ્લાયરો પાસેથી તે લગભગ અડધી આવશ્યકતાઓ મેળવે છે.
દેશભરમાં પહેલાથીજ એલપીજી કનેક્શનની માંગ ખુબ વધી રહી છે, કારણ કે પીએમ મોદીની મહત્વાકાંક્ષી યોજના ઉજ્જવલા હેઠળ દરેક ગરિબ પરિવારોને પણ એલપીજી કનેક્શન આપવામાં આવે છે,ત્યારે અરામકો જે વિશ્વની સૌથી મોટી કાચા તેલની કંપની છે,તેના પર વિતેલા દિવસોમાં મોટો હુમલો કરવામાં આવ્યો હતો જેને કારણે ઘણું નુકશાન થવા પામ્યું હતુ,જેની અસર ભારત સહિત અનેક દેશો પર જોવા મળી છે.