
મુંબઈઃ બોલીવુડના સ્ટાર કાર્તિક આર્યન સારા અભિનેતાની સાથે એક સારો ડાન્સર પણ છે. આ અભિનેતાએ અનેક ફિલ્મમાં કિલર મૂવ્સ બતાવ્યાં છે. હવે સોશિયલ મીડિયા ઉપર કાર્તિક આર્યને પોતાના ડાન્સનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.
Dance like ______ ?
(‘No ones watching’ mat likhna)
.
.
#Buttabomma#DanceLikeKartikAaryan
pic.twitter.com/tj2v2yzV48
— Kartik Aaryan (@TheAaryanKartik) June 10, 2021
અભિનેતા જે ગીત ઉપર ડાન્સ કરતા જોવા મળે છે તે સાઉથના સુપર સ્ટાર અલ્લૂ અર્જનના ડાન્સ નંબર બુટા બોમ્બા છે. આ ગીતને અરમાન મલિકે સૂર આપ્યો છે અને એસ.થમને સંગીત આપ્યું છે. તેલુગુ બ્લોકબસ્ટર આલા વૈકુંઠાપુરમુલૂ નામની ફિલ્મમાં આ ગીત સ્ટાઈલીશ સ્ટાર અલ્લૂ અર્જૂન ઉપર ફિલમાવવામાં આવ્યું છે. કાર્તિકએ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે ડાન્સ લાઈક… ? આ સાથે કેપ્સનમાં લખ્યું છે કે,કોઈ દેખવા નથી માંગતુ તેવુ હવે ના લખતા, અભિનેતાએ ડાન્સલાઈક કાર્તિક આર્યન હેશટેગ આપ્યું છે.
કાર્તિકની પોસ્ટ ઉપર વરૂણ ધવને તાલી વગાડતુ ઈમોજી પોસ્ટ કર્યું છે. રકુલપ્રિતએ લખ્યું છે કે, અરે..અરે.. અરે, અરમાન મલિકે કોમેન્ટ કરી છે કે, લવઈટ, આ ઉપરાંત શ્રદ્ધા કપૂરે ડાન્સ, ફાયર અને હાર્ટનું ઈમોજી પોસ્ટ કર્યું છે.
કાર્તિક આર્યન હાલ કેટલીક ફિલ્મોને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેને કરણ જોહરની ફિલ્મ દોસ્તાના-2 અને શાહરૂખ ખાનના પ્રોડક્શનની ફ્રેડીમાંથી રિપ્લેસ કરવામાં આવ્યો છે. જે બાદ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આનંદ એલ રાયની એક ફિલ્મમાંથી પણ અભિનેતાને કાઢવામાં આવ્યો છે. જો કે, આ ન્યૂઝને સમર્થન મળ્યું નથી તેમજ મેકર્સ દ્વારા તેને અફવા ગણાવવામાં આવી છે. કાર્તિક આર્યન સાથે જોડાયેલી આ ખબરો મુદ્દે નિર્દેશક અનુભવ સિંહાએ કહ્યું છે કે, આવી અફવા તેમની સામે એક અભિયાન જેવી લાગે છે.