- કર્ણાટકની સરકારે ઘટાડ્યો અભ્યાસ ક્રમ
- 120 દિવસના હિસાબથી કોર્ષ ગોઠવવામાં આવ્યો
- અભ્યાસ ક્રમમાંથી ટીપુ સુલતાન -હૈદર અલી જેવા ચેપ્ટર હટાવાયા
સમગ્ર દેશમાં કોરોના મહામારીની અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ વર્તાઈ રહી છે,ત્યારે તેમના અભ્યાસને લઈને ચિંતા વ્યાપી રહી છે,આમ તો મહામારીના કારણે આ વર્ષ વિદ્યાર્થીઓ માટે ખાલી રહ્યું છે,કેટલીક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે,જો કે આ ઓનલાઈન વાળી સિસ્ટમથી પણ દરેક પેરેન્ટ્સની બૂમો આવી રહી છે.
કોરોનાના કારણે શિક્ષણ કાર્ય પણ અટકી ગયું છે તો હવે શાળાના અભ્યાસ ક્રમને ઘટાડવાની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે,સેન્ટ્રલ બોર્ડ દ્રારા શાળાના અભ્યાસ ક્રમમાં કટોતી લાવવામાં આવી છે,તો બીજી તરફ રાજ્ય કર્ણાટકમાં 120 દિવસની ગણતરી કરીને અભ્યાસક્રમ ગોઠવવામાં આવ્યો છે.જેમાં 30 ટકા જેટલો કોર્ષ ઘટાડી દેવામાં આવ્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓ પર ભાર ન રહે.રાજ્યના આ નવા કોર્ષમાંથી સરકારે ઘોરણ સાતના અભ્યાસક્રમમાંથી ટીપુ સુલતાન અને હૈદર અલીના પ્રકરણોને ખસેડી દીધા છે,સરકાર દ્રારા જે નવો કોર્ષ બહાર પાડ્યો છે તેમાં આ બન્ને ચેપ્ટરો જોવા મળ્યા નથી.
ત્યારે હવે આ ટેપ્ટરોની બાદબાકીથી વિરોધ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે,જો કે આ સમગ્ર બાબતે શિક્ષણ વિભાગહ દ્રારા કહેવામાં આવ્યું છે કે,આ મહત્વનો વનિર્ણય નિષ્ણાંતો દ્રારા લેવાયો છે જેમાં સરકારને કોઈ લેવા દેવા નથી,વિષયના અભ્યાસ ક્રમ અને સમયને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે,કારણ કે જ્યારે રાજ્ય કર્ણાટકમાં બીજેપી સરકાર એસ્તિત્વમાં આવી ત્યારે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ટીપુ સુલતાનના પાઠને હટાડી દેવામાં આવશે,તો હવે આ વાતને લઈને ચર્ચાનો વિષય બને તો નવાઈ નહી.
સાહીન-