જમ્મુ-કાશ્મીરને લઈને મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લઈને સરકારનું સંકલ્પ પત્ર રજૂ કર્યું છે. અમિત શાહે કહ્યુ છે કે કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ની જોગવાઈ હટાવવામાં આવી છે. હવે તેના તમામ ખંડ લાગુ થશે નહીં. અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાસ્મીરની પુનર્રચનાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે.
- મોદી સરકારે હવે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત બનાવ્યું છે.
- લડાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવામાં આવ્યું છે
- લડાખ પણ કેન્દ્રશાસિત બનાવવામાં આવ્યું છે.
- જમ્મુ-કાશ્મીર વિધાનસભા ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે
- લડાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે અને તેની કમાન એલજીના હાથમાં હશે
- એટલે કે જમ્મુ-કાશ્મીર દિલ્હીની જેમ વિધાનસભા વાળો કેન્દ્રશાસિત પ્રદેશ
- લડાખ ચંદીગઢની જેમ વિધાનસભા વિહીન કેન્દ્રશાસિત પ્રદેશ હશે
- જમ્મુ-કાશ્મીરને અન્ય રાજ્યોથી મળેલા વધુ અધિકારો સમાપ્ત થઈ ગયા છે અને તેમા ઘટાડો પણ થયો છે.
- જમ્મુ-કાશ્મીરની સ્થિતિ હવે દિલ્હી જેવા રાજ્યની થઈ ચુકી છે
- હવે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થશે અને સરકારો પણ હશે, પરંતુ ઉપરાજ્યપાલનું કદ ઘણું વધી જશે.
- જમ્મુ-કાશ્મીરમાં દિલ્હીની જેમ સરકારે તમામ મંજૂરી ઉપરાજ્યપાલ પાસેથી લેવી પડશે
- હવે જમ્મુ-કાશ્મીરમાં ભારતીય બંધારણ સંપૂર્ણપણે લાગુ થશે
- જમ્મુ-કાશ્મીરનું હવે અલગ બંધારણ અને અલગ ઝંડો નહીં હોય
- જમ્મુ-કાશ્મીરે 17 નવેમ્બર-1956ના રોજ પોતાનું બંધારણ પારીત કર્યું હતું. તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું છે.
- કાશ્મીરને મળેલા વિશેષાધિકાર મુજબ ત્યાં ઈમરજન્સી લગાવી શકાતી ન હતી. પરંતુ હવે કેન્દ્ર સરકાર ત્યાં ઈમરજન્સી લગાવી શકે છે.
- અનુચ્છેદ-370 હેઠળ જમ્મુ-કાશ્મીર વિધાનસભાનો કાર્યકાળ છ વર્ષનો હતો. પરંતુ હવે અહીં વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે
- જમ્મુ-કાશ્મીરમાં વોટનો અધિકાર માત્ર ત્યાંના સ્થાયી નાગરિકોને હતો. કોઈ અન્ય રાજ્યના લોકો અહીં વોટ આપી શકતા ન હતા અને ચૂંટણીમાં ઉમેદવાર પણ બની શકતા ન હતા. હવે સરકારના નિર્ણય બાદ ભારતના નાગરિક ત્યાંના વોટર અને ઉમેદવાર બની શકે છે.