જમ્મુ: કુપવાડા જિલ્લામાં અંકુશ રેખા નજીકના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એખ જવાનનો પગ સુરંગ પર પડયો હતો. તેના કારણે ત્યાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ભૂપેન છેત્રી નામનો જવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના સિમ્પલ અગ્રિમ ચોકીન નજીક થયો છે.
ત્યાં મીરાં સાહિબ સૈન્ય શિબિરમાં તેનાત એક જવાને પોતાની સર્વિસ રાઈફલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ જવાની ઓળખ ટી. અશોકકુમાર તરીકે થઈ છે. સૈન્ય સૂત્રો પ્રમાણે, જવાને આત્મહત્યા કેમ કરી તેના સંદર્ભે તાત્કાલિક કોઈ જાણકારી મળી શકી નથી.
ટી. અશોક કુમાર ચાર મદ્રાસમાં તેનાત હતા અને તેમણે છ જુલાઈએ જ 18 મીરાં સાહિબ ખાતે 18 મદ્રાસ યૂનિટ જોઈન કરી હતી. જવાને જ્યારે ખુદને ગોળી મારી તે સમયે તે નાઈટ ડ્યૂટી કરી રહ્યા હતા.
ટી. અશોક કુમાર આંધ્રપ્રદેશના જિલ્લા પારાકસમના ગામ પતનઈ પાલીના વતની હતા. જો કે સ્થાનિક પોલીસે પણ આના સંદર્ભે મામલો નોંધીને તપાસ શરૂ કરી છે.