- રાજધાની દિલ્હીમાં હવા પ્રદુષિત બનતી જાય છે
- શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું
- દિલ્હીની ઓબોહવા ખરાબ શ્રેણીમાં નોંધાઈ
દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને લીધે હવે તો શ્વાસ લેવું પણ મુશ્કેલ બન્યું છે, આજ રોજ ગુરુવારની સવારે પણ દિલ્હી-એનસીઆરમાં ઘૂંમાડો જ ઘૂમાડોં જોવા મળ્યો હતો, સાથે સાથે દિલ્હીની આબોહવા પણ પ્રદુષિત થતી અટકવાનું નામ નથી લઈ રહી, આજુ બાજુના રાજ્યોમાં પરાળી બાળવામાં આવતા રાજધાની દિલ્હીનું વાતારણ ખરાબ થઈ રહ્યું છે.અહીં એર ક્વોલિટી ઈન્ડેક્સ ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહ્યો છે.
Delhi: Air Quality Index is at 254 in ITO and 246 in Patparganj, both in 'poor' category, as per Delhi Pollution Control Committee (DPCC) data.
(Visuals from area around Akshardham Temple). pic.twitter.com/CvvIrTY7Qn
— ANI (@ANI) October 22, 2020
Delhi: Air quality in the national capital remains poor; visuals from Rajpath area.
Shubham Bhadoria, a cyclist says, "We find it difficult to breathe while cycling as there's a lot of difference in the air quality now as compared to August." pic.twitter.com/sMOD84iBHC
— ANI (@ANI) October 22, 2020
આજે સવારે હવાની ગુણવત્તાનું સ્તર દિલ્હીના આઇટીઓમાં 254 નોંધાયું હતું અને પટપરગંજમાં 246 માપવામાં આવ્યું હતું. આ બંને ખરાબ કેટેગરીમાં સમાવેશ પામે છે. સવારે રાજપથ પર સાયકલ ચાલકો તેમજ ચલાવા આવતા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી એટલી હદે વાતાવરણમાં ઘૂમાડાનું સ્તર જોવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા અને પંજાબમાં બાળવામાં આવતી પરાળીના કારણએ દિલ્હીની આબોહવા ખરાબ થઈ રહી છે, હવામાં સતત ઘૂમાડો જોવા મળી રહ્યો છે, દિલ્હી સરકાર દ્રારા અનેક પગલા ભરવામામં આવતા હોવા છત્તા હજુ સુધી તેના પર કાબુ મેળવી શકાયો નથી, જો કે બે દિવસ પહેલા કોર્ટએ પણ આજુબાજુના રાજ્યોને પરાળી ન બાળવા અંગે સખ્ત સુચનો આપ્યા હતા.
સાહીન-