1. Home
  2. revoinews
  3. માણસને અંતરિક્ષમાં મોકલશે ઈસરો-વાયુસેના, અમેરિકા-રશિયા-ચીન બાદ ચોથો દેશ બનશે ભારત
માણસને અંતરિક્ષમાં મોકલશે ઈસરો-વાયુસેના, અમેરિકા-રશિયા-ચીન બાદ ચોથો દેશ બનશે ભારત

માણસને અંતરિક્ષમાં મોકલશે ઈસરો-વાયુસેના, અમેરિકા-રશિયા-ચીન બાદ ચોથો દેશ બનશે ભારત

0
Social Share

ઈસરોના માનવ મિશન માટે ભારતીય વાયુસેનાએ સમજૂતી કરી છે. ઈસરો 2022 સુધીમાં ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં લઈ જશે. તેના માટે અંતરિક્ષ યાત્રીઓની પસંદગી અને તાલીમ ઈસરો તથા વાયુસેના સાથે મળીને કરશે. ઈસરો પ્રમુખ કે. સિવનની હાજરીમાં વાયુસેનાના એર વાઈસ માર્શલ આર. જી. કે. કપૂર અને ગગનયાન મિશનના ડાયરેક્ટર આર. હટ્ટને એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત વર્ષ કેબિનેટ બેઠક દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણય લેતા ઈસરોના મિશન ગગનયાન મટે 10 હજાર કરોડ રૂપિયાના ફંડને મંજૂરી આપી હતી. આ મિશન હેઠળ ત્રણ ભારતીય અંતરિક્ષમાં સાત દિવસ પસાર કરશે. જો ભારત પોતાના મિશનમાં કામિયાબ રહેશે, તો તે આમ કરનાર દુનિયોના ચોથો દેશ બનશે. અત્યાર સુધીમાં અમેરિકા, રશિયા અને ચીને અંતરિક્ષમાં પોતાના માનવયુક્ત યાનને મોકલવામાં સફળતા મેળવી છે.

40 માસમાં પૂર્ણ થઈ જશે મિશન

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કેબિનેટની બેઠક બાદ જણાવ્યુ હતુ કે આ યોજનાને મંજૂરી મળ્યા બાદ આગામી 40 માસની અંદર ગગનયાનને લોન્ચ કરવામાં આવશે. આ પહેલા ઈસરોના પ્રમુખ કે. સિવને કહ્યુ હતુ કે અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં મોકલવાની તકનીક વિકસિત થઈ ચુકી છે. આ દિશામાં માનવ ક્રૂ મોડ્યૂલ અને પર્યાવરણ નિયંત્રણ તથા જીવ બચાવવાની પ્રણાલી જેવી તકનીક પણ વિકસિત થઈ ચુકી છે.

સિવાને કહ્યુ છે કે 2022માં ગગનયાનને રવાના કરવા માટે ઈસરો જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ માર્ક-થ્રી (GSLV Mark-III)નો ઉપયોગ કરીને બે માનવસહીત મિશન અને યાનો મોકલશે.

ગગનયાન મિશનની દશ ખાસ વાત

2006માં ગગનયાન પર યોજના શરૂ કરવામાં આવી હતી

ગગનયાન અંતરિક્ષમાં એક સપ્તાહ સુધી ગુજારો કરી શકે છે

ગગનયાનને ફાઈનલ ડિઝાઈન આપવામાં માર્ચ-2008નો સમય લાગ્યો હતો

તેના પછી તેને નાણાંકીય ફંડ માટે ભારત સરકાર સામે રજૂ કરવામાં આવ્યું હતું

ગગનયાનના નિર્માતા એચએએલ અને ઈસરોએ તેની ડિઝાઈન સ્પેસ કેપ્સૂલ રિકવરી પ્રયોગની ડિઝાઈનને ધ્યાનમાં રાખીને બનાવી હતી.

ગગનયાનનું વજન 3.7 ટન છે

લોન્ચિંગ સાથે ગગનયાનનું વજન લગભગ 7.8 ટન છે

તે મહત્તમ ત્રણ લોકોને અંતરિક્ષમાં લઈ જઈ શકે છે

વૈજ્ઞાનિકોએ ગગનયાનને જીવન નિયંત્રણ અને પર્યાવરણ નિયંત્રણ પ્રણાલી પ્રમાણે બનાવ્યું છે

અંતરિક્ષ યાત્રા કરી ચુક્યા છે ત્રણ ભારતીયો

ભારત આ મિશનમાં સફળ થશે તો આવી સિદ્ધિ મેળવનાર દુનિયોના ચોથો દેશ હશે. વાયુસેનાના ભૂતપૂર્વ પાયલટ રાકેશ શર્મા અંતરિક્ષમાં જનારા પહેલા ભારતીય હતા. તો ભારતમાં જન્મેલા કલ્પના ચાવલા અને ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ પણ અંતરિક્ષ યાત્રા કરી ચુક્યા છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code