જોબિડેનની રાષ્ટ્રપતિ બન્યા બાદ શી જિનપિંગ સાથે પહેલી મુલાકાત – હોંગકોંગમાં માનવ અધિકારના ઉલ્લંઘન મામલે વ્યક્ત કરી ચિંતા
- એમેરિકી રાષ્ટ્રપતિની પહેલી મુલાકાત શિજિનપિંગ સાથે
- હોંગકોંગમાં માનવઅધિકાર મામલે વ્યક્ત કરી ચિંતા
વોશિંગટન -જો બાયડેને અમેરિકન રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી બુધવારે પ્રથમ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી, આ સમગ્ર મામલે વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પણ જિનપિંગ સાથે હોંગકોંગ અને ઝિનજિયાંગ પ્રાંતમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘન અંગેની ચિંતા અંગે વાત કરી હતી.
વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા બયાનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ચીનના રાષ્ટ્રપતિ અને ચીની પ્રજાને ચીની લૂનર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.
ઉલ્લેખનીય છે કે ચાઇનાનું લૂનર ન્યૂ યર વિશ્વના સૌથી રંગીન તહેવારોમાંનો એક માનવામાં આવે છે, જેની ચર્ચા વિશ્વભરના લોકોમાં થાય છે. ચાઇનીઝ નવું વર્ષ ચંદ્ર આધારિત કેલેન્ડરના પ્રથમ મહિનાની પ્રથમ તારીખથી શરૂ થાય છે લૂનર ન્યૂ વર્ષ ઉજવણી ફાનસની ઉજવણી સાથે સમાપ્ત થાય છે જે 15 દિવસ સુધી ચાલે છે.
જોબિડેન અને શી જિનપિંગે બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદને ઓછો કરવા જળવાયુ પરિવર્તન, આર્થિક અને સૈન્ય સહિતના અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી.બેડેને ચીનના શિઝિંજિઆંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમો પર થી રહેલા અત્યાચાર અને હોંગકોંગના લોકો પર અત્યાચાર અને પ્રતિકૂળ કાર્યવાહી મામલે ચિંતા વ્યક્તકરી છે, અને ચીનની સતત વિસ્તૃત નીતિ અપનાવીને તાઇવાન સામે લશ્કરી કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ શી જિનપિંગ સાથે વાત કરતાં કહ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિએ અમેરિકન લોકોની સુરક્ષા, સમૃદ્ધિ, આરોગ્ય, ભારતના પ્રશાંત ક્ષેત્રમાં સલામતી, સ્વાસ્થ્ય, રહેવાની રીત અને શાંતિ જાળવવાની તેમની પ્રાથમિકતાઓની પણ જાણકારી આપી
સાહિન-