1. Home
  2. revoinews
  3. INS સબમરીનનું સમુદ્ધમાં સફળ પરિક્ષણ – આવનારા સમયમાં નૌસેનાને સોંપાસે  -નૌસેનાની તાકાતમાં થશે વધારો
INS સબમરીનનું સમુદ્ધમાં સફળ પરિક્ષણ – આવનારા સમયમાં નૌસેનાને સોંપાસે  -નૌસેનાની તાકાતમાં થશે વધારો

INS સબમરીનનું સમુદ્ધમાં સફળ પરિક્ષણ – આવનારા સમયમાં નૌસેનાને સોંપાસે  -નૌસેનાની તાકાતમાં થશે વધારો

0
Social Share
  • સબમરીન INS નું દરિયામાં સફળ પરિક્ષણ
  • આ સબમરીન કલવરી ક્લાસની ત્રીજી સબમરીન છે
  • વર્ષ 2018મા પરિક્ષણ માટે મોકલાઈ હતી
  • ડોકયાર્ડ લિમિટેડએ ફ્રાન્સની કંપની મેસર્સ નેવલ ગ્રુપ સાથે મળીને તેનિં નિર્માણ કરાયું છે

ભારતીય વાયુસેનાની સાથે સાથે નૌસેનાને પણ મજબુત બનાવવાની દીશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે, ભારતમાં  બનાવવામાં આવેલ કલવરી ક્લાસની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજ સમુદ્ધ પરિક્ષણમાં સફળ નિવડી છે, આ સાથે જ હવે આવનારા 4 થી 5 મહિનાની અંદર આ પનડૂબ્બીને નૌસેનાને સોપવામાં આવશે જેના થકી હવે નૌસેનાની તાકાતમાં વધારો થશે. આ સબમરિનને વર્ષ 2018મા પરિક્ષમ માટે મોકલવામાં આવી હતી.

આ પહેલા કલવરી ઓ ખંડેરીને નૌસેનાને સોપવામાં આવી ચૂકી છે, આ બન્ને સબમરીન કલવરી ક્લાસની બનેલ છે, આઈએનએસ કરંજની ખાસિયત છે કે,પાણીની સપાટી પર અને પાણીની અંદર બન્ને જગ્યાઓ પર ટોરપીડો અને ટ્યૂબ સોન્ચેડ એન્ટિ શિપ મિસાઈલને છોડવાની ક્ષમતા ધરાવે છે.તે સિધા નિશાના પરદુશ્મનનો નાશ કરી શકે છે. કલવરી ક્લાસની છ સબમરીનનું નિર્માણ મુંબઈના મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડએ ફ્રાન્સની કંપની મેસર્સ નેવલ ગ્રુપ સાથે મળીને કર્યું છે. આ સબમરીન 50 દિવસો સુધી સમુદ્રમાં રહી શકે છે અને 350 મીટર સુધી ડાઇવ કરી શકે છે.

સબમરીન આઈએનએસની ખાસિયતો

  • આ સબમરીન દરિયામાં 37 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
  • આ સબમરીન ટોરપીડોથી સજ્જ છે.
  • ટોરપીડોની મદદથી સમુદ્રની સપાટી પર સબમરીન અથવા જહાજનો સરળતાથી નાશ થઈ શકે છે.
  • આ સિવાય આ સબમરીન સમુદ્રમાં લેન્ડમાઇન્સ પણ પાથરી શકે છે.
  • આઈએનએસ કરંજ વિવિધ પ્રકારની આધુનિક તકનીકીઓથી સજ્જ છે
  • આ સબમરીનમાં સ્ટેલ્થ અને એર ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સહીતની આધુનિક સુવિધાઓથી લેસ છે
  • લાંબા અંતરનાં મિશન પર જતા આ સબમરીનને ઓક્સિજન લેવા સપાટી પર આવવાની પણ જરૂર નથી.

સાહીન-

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code