ખુલાસો : કાશ્મીરમાં ઘૂસણખોરીમાં નિષ્ફળ પાકિસ્તાનની નજર સરક્રીક પર, હવે સુરક્ષા માત્ર BSF પાસે જ નથી
- સરક્રીક સરહદને પેલેપાર પાકિસ્તાનની નાપાક હિલચાલ
- પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ કરવાની રણનીતિ
- બીએસએફ માટે ભારતીય નેવી, કોસ્ટ ગાર્ડની મદદ જરૂરી
પાકિસ્તાન તરફથી સતત આતંકવાદીઓની ખેપ મોકલવાના ષડયંત્રને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં સરક્રીક સીમાની સુરક્ષા સરકારની ઉચ્ચ પ્રાથમિકતામાં આવી ગયું છે. આ વિસ્તારમાં સુરક્ષા ચક્રને વધારવામાં આવ્યા બાદ અહીં બીએસએફે નૌસેના અને કોસ્ટ ગાર્ડના તાલીમબદ્ધ જવાનોની મદદ પણ મોનિટરિંગ માટે મળી શકે છે. સરકાર આ પ્રકારના પ્રસ્તાવ પર વિચારણા કરી રહી છે કે સરક્રીક સીમાને માત્ર બીએસએફના ભરોસે જ છોડવામાં આવે નહીં. સૂત્રોનું કહેવું છે કે સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા વિશેષજ્ઞોના ઘણાં સૂચન સરકારને આના સંદર્ભે મળ્યા છે. તેના પર વિચાર કરાઈ રહ્યો છે.
પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ કરવાની રણનીતિ
સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરમાં સુરક્ષાદળોની મોટા પ્રમાણમાં તેનાતીને કારણે પાકિસ્તાનની નજર સરક્રીક સીમા પર છે. અહીંથી આતંકવાદીઓને મોકલવાની કોશિશ કરવાના નક્કર ઈન્ટેલિજન્સ ઈનપુટ એજન્સીઓને મળ્યા છે. તેને કારણે ઉચ્ચસ્તરીય સુરક્ષા સાવધાની દાખવવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સી સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે સરક્રીક વિસ્તારમાં તાજેતરમાં પાકિસ્તાનની ખાલી બોટ ઝડપાય હતી. તેનાથી એ આશંકા છે કે પાકિસ્તાન આ વિસ્તારમાંથી આતંકવાદીઓને મોકલવાની કોશિશ કરી રહ્યું છે. તેના પછી પાકિસ્તાનનું ષડયંત્ર નિષ્ફળ કરવા મટે ઉચ્ચસ્તરીય રણનીતિક ચર્ચાઓ થઈ છે અને નિરીક્ષણ તથા સુરક્ષા વધારવા મટે ઘણાં પ્રકારના વિકલ્પો ધ્યાને લેવામાં આવ્યા છે.
બીએસએફને વધારે ક્ષમતાની દરકાર
સૂત્રો મુજબ, સરક્રીક સીમા પર પાકિસ્તાન તરફથી સુરક્ષા અને નિરીક્ષણની જવાબદારી પાકિસ્તાની નેવી અને પાકિસ્તાન કોસ્ટ ગાર્ડ્સ પાસે છે. પરંતુ આપણે ત્યાં બીએસએફની પાસે જ સરક્રીક સીમાના નિરીક્ષણની જવાબદારી છે. એક અધિકારીનું કહેવું છે કે સકરારને આના સંદર્ભે પહેલા પણ સૂચન આપવામાં આવ્યું છે કે બીએસએફ સીમા પર એક પ્રકારે લેન્ડ ગાર્ડિંગ ફોર્સ છે. સરક્રીકનો વિસ્તાર સમુદ્રી વિસ્તાર જેવો છે. અહીં હરામી નાળાનું સ્વરૂપ ઋતુ પ્રમાણે બદલાય જાય છે. આવી સ્થિતિમાં બીએસએફની ક્ષમતાઓ ઘણીવાર અપુરતી લાગે છે.
નેવી, કોસ્ટ ગાર્ડની મદદ જરૂરી
ભૂતપૂર્વ એડીજી પી. કે. મિશ્રએ કહ્યુ છે કે સરક્રીક વિસ્તારની જવાબદારી ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને સોંપવી જોઈએ. બીએસએફને જ આ વિસ્તારમાં રાખવી હોય, તો તેને વધારે ક્ષમતાવાળા ઉપકરણ આપવામાં આવે. અહીં મોનસૂનમાં બીએસએફના કોઈપણ ઉપકરણ અસરકારક રહેતા નથી. જેના કારણે આ વિસ્તાર ઘણીવાર અનગાર્ડેડ રહી જાય છે. તેમણે કહ્યુ છે કે સરકારને અહીં વધારે સતર્કતાની જરૂરત છે, કારણ કે પાકિસ્તાન તરફથી થઈ રહેલી હરકત ગંભીર ષડયંત્ર તરફ ઈશારો કરે છે.