કોરોના વેક્સિનના સંશોધન અને ઉત્પાદનમાં ભારતની ભૂમિકા મહત્વની, બિલગેટ્સને પણ ભારત પર વિશ્વાસ
- બિલગેટ્સને ભારત પર વિશ્વાસ
- કોરોના વેક્સિનના સંશોધન અને ઉત્પાદનમાં ભારતની ભૂમિકા મહત્વની
અમદાવાદ: વિશ્વની જાણીતી હસ્તી અરોબોપતી અને સરકારી કાર્યોમાં પણ પોતાનુ મહત્વનું સ્થાન પામનાર બિલગેટ્સ એ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની વાળી ‘મહાપડકાર વાર્ષિક બેઠક 2020’ને સંબોધતી વખતે ભારત માટે કહ્યું કે, કોરોનાની લડાઈ સામે ભારત પાસે ઘણી આશાઓ છે, કોરોના સામે લડત આપવા, ખાસ કરીને વેક્સિન બનાવવાની બાબતે ભારતનું અનુસંધાન અને નિર્માણ કાર્ય મહત્વનો ભાગ ભજવશે. આ બેઠકમાં કોરોનાની વેક્સિન બનાવવાની બાબતે જે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે અને જે અડચણો આવી રહી છે તે અંગે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી.
અમેરિકાના જાણીતા બિઝનેસમેનએ કહ્યું કે, ખુબજ પ્રેરણાદાયક રહ્યું, કારણ કે તેમણે છેલ્લા બે દાયકાથી પોતાના લોકોના સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવા બાબતે ઘણી પ્રગતિ કરી છે, અને હવે કોરોનાની વેક્સીનના મોટાપાયે ઉત્પાદન બાબતે ભારતનું અનુસંધાન અને નિર્માણ કાર્ય મહત્વની ભૂમિકા નિભાવશે, આ સાથે જ તેમણે સંક્રમણને ઓળખવામાં નવીનતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
અમેરિકાના જાણીતા ઉધોગપતિ નેતાએ જણાવ્યું હતું કે, સંશોધનકારો સિસ્ટમ તોડી રહ્યા છે અને પ્રકાશન પ્રક્રિયામાંથી પસાર થવાની રાહ જોવાને બદલે, તેઓ દૈનિક ધોરણે ડેટા શેર કરી રહ્યાં છે.
માઇક્રોસોફ્ટનાં સહ-સ્થાપકએ કહ્યું, “મહામારી શરૂ થઇ ત્યારથી વૈજ્ઞાનિકોએ 1,37,000 વાયરલ કોવિડ -19 જિનોમિક સિક્વન્સ શેર કર્યા છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓ પણ ઉત્પાદન પદ્ધતિઓ પર સહયોગ આપી રહી છે જે ખરેખર પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી.
વેક્સીનના વિકાસમાં પડકારો અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, એમઆરએનએ વેક્સિન એક એવું ક્ષેત્ર છે જ્યાં ઘણા લોકોએ ઘણાં પ્રકારના વાયદાઓ જોયા છે. તેમણે કહ્યું, “શક્ય છે કે કોવિડ -19 માટેની પ્રથમ માન્ય વેક્સિન એમઆરએનએ હશે.” જો કે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વેક્સિન એકલાને ગણી શકાતી નથી કારણ કે તેને માપવી ખૂબ જ મુશ્કેલ છે. તેમાં લોજિસ્ટિક સમસ્યા છે. આ માટે એક ઉચ્ચિત કોલ્ડ ચેનની આવશ્યકતા હશે.
ગેટ્સ એ આશા જતાવી હતી કે એમઆરએનએ પ્લેટફોર્મ વેક્સિન વધારવા માટે આવનારા વર્ષોમાં પરિપક્વ થશે. જેના થકી ખર્ચમાં ઘટાડો થશે તેમજ કોલ્ડ ચેઇનની આવશ્યકતા પણ પૂરી થશે. તેમણે ડાયગ્નોસ્ટિક્સ પ્લેટફોર્મ્સમાં નવીનતાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો.
_Sahin