વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીલ ફાઈનલમાં ભારતને થશે વધારે ફાયદોઃ સુનીલ ગાવસ્કર
દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તા. 18મી જૂનથી ઈંગ્લેન્ડમાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ શરૂ થશે. ભારતીય ક્રિકેટ ટીમ લાબાં સમય બાદ મેદાનમાં ઉતરશે, જેથી ખેલાડીઓ એકદમ ફ્રેશ હશે. જેનો ભારતીય ટીમને ફાયદો થશે. તેમ ભારતના પૂર્વ બેસ્ટમેન સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું.
ક્રિકેટ જાણકારોના મતે WTC ફાઈનલમાં ન્યૂઝીલેન્ડની ટીમ મજબુત હશે, ફાઈનલ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સાથે બે ટેસ્ટમેચની સિરીઝ જમશે. જેથી આ ટીમ સ્થાનિક વાતાવરણ સાથે તાલમેલ બેસાડી શકશે. જો કે, ગાવાસ્કર આ તર્કને સાથે સહમત નથી. કેન વિલિયમ્સનની કેપ્ટનશીપવાળી ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડ સાથે બે જૂથથી ટેસ્ટ સીરિઝ રમશે. સીરિઝની બીજી મેચ તા. 14મી જૂને સમાપ્ત થશે. જે બાદ સાઉથેમ્પટનમાં ધ રોજ સ્ટેડિયમમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ રમાશે.
સુનીલ ગાવસ્કરે જણાવ્યું હતું કે, કેટલાક લોકો માને છે કે ફાઈનલ પહેલા ઈંગ્લેન્ડ સાથે બે ટેસ્ટ મેચ ન્યૂઝીલેન્ડ રમશે તેનો ફાયદો ન્યૂઝીલેન્ડને થશે. જો કે, તેની બીજી તરફ કોઈએ જોયું નથી. જો સિરિઝીમાં ન્યૂઝીલેન્ડનો પરાજ્ય થાય તો તેની અસર ખેલાડીઓના મનોબળ ઉપર પડશે. તેમજ કેટલાક ખેલાડીઓ ઈજાનો સામનો કરે તેવુ પણ બની શકે છે. જૂનના પ્રારંભમાં ઈંગ્લેન્ડમાં મોટાભાગે આવુ થાય છે. બીજી તરફ ભારતીય ટીમ લાંબા વિરામ બાદ મેદાનમાં ઉતરશે ત્યારે એકદમ ફ્રેશ અને ઉર્જાથી ભરેલી હશે. આ ટીમ એવી છે જે વિપરીત પરિસ્થિતિઓમાં પણ સફળતાનો સ્વાદ ચાખે છે. એટલે કે કોઈ પણ વિકટ સ્થિતમાં ભારતીય ખેલાડીઓ માટે આ એક અવસર હશે.