ભારતે સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઇલ ‘રુદ્રમ’ નું સફળ પરીક્ષણ કર્યું
- ભારતે કર્યું સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઇલનું સફળ પરિક્ષણ
- સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઇલ ‘રુદ્રમ’ નું કર્યું સફળ પરીક્ષણ
- સુખોઈ – 30 ફાઇટર એરક્રાફટથી કરવામાં આવ્યું પરિક્ષણ
- રક્ષામંત્રીએ ડીઆરડીઓ અને અન્ય હોદેદારોને આપી શુભેચ્છા
દિલ્લી: ભારતે આજે સ્વદેશી એન્ટી રેડિએશન મિસાઈલ ‘રુદ્રમ’ નું સફળ પરિક્ષણ કર્યું છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને આજે એન્ટી રેડિએશન મિસાઈલ ‘રુદ્રમ’ નું સફળ પરિક્ષણ કર્યું હતું. આ પરિક્ષણ સુખોઈ–30 ફાઇટર એરક્રાફટથી કરવામાં આવ્યું હતું. મિસાઇલને ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે.
એન્ટી રેડિએશન મિસાઈલ ‘રુદ્રમ’ ના સફળ પરિક્ષણ પર રક્ષામંત્રી રાજનાથ સિંહે ખુશી વ્યકત કરી અને ટવિટ કરીને કહ્યું કે, એન્ટી રેડિએશન મિસાઈલ ‘રુદ્રમ’ નવી જનરેશન છે. ભારતમાં બનાવવામાં આવેલી પહેલી મિસાઈલ છે. ડીઆરડીઓએ તેનું સફળ પરિક્ષણ કર્યું છે. રક્ષામંત્રી એ ડીઆરડીઓ અને અન્ય હોદેદારોને આ મોટી સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.
એન્ટી રેડિએશન મિસાઈલ રુદ્રમ ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનો માટે હવાઈ શ્રેષ્ઠતા, વ્યૂહાત્મક ક્ષમતા પ્રદાન કરશે. આ મિસાઇલ દુશ્મનના હુમલાથી બચવા માટે બનાવવામાં આવી છે. આ મિસાઇલ કોઈપણ પ્રકારના સિગ્નલ અને રેડિએશનને કબજે કરી શકે છે, તેમજ દુશ્મનની મિસાઇલને તેના રડારમાં લાવીને નષ્ટ કરી શકે છે.
_Devanshi