દેશમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60 હજારથી વધુ નવા કેસ
- દેશમાં કોરોનાનો કહેર યથાવત
- 24 કલાકમાં દેશમાં 60963 નવા કેસ
- કોરોનાવાયરસનો આંકડો 23 લાખને પાર
અમદાવાદ: દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે દિનપ્રતિદિન કેસમાં અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. વધતા જતા કેસ અને મૃત્યુંઆંકને લઇ તંત્ર ચિંતામાં મુકાયું છે. દેશમાં કોરોનાવાયરસનો આંક 23 લાખને પાર કરી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 60963 નવા કેસ નોંધાયા છે જ્યારે 834 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. અત્યારે ભારત માટે એક દિલાસાની વાત છે કે અત્યાર સુધીમાં કુલ દર્દીઓમાંથી 16 લાખ 39 હજાર 599 લોકો સાજા થયા છે અને ઘરે પરત ફર્યા છે. રીકવરી રેટ 70.37 ટકા છે.
કોરોનાના અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ 23 લાખ 29 હજાર 638 છે. તો, સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 46 હજાર 91 લોકોના મોત નીપજ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ હાલમાં 6 લાખ 43 હજાર 948 દર્દીઓ કોવિડ -19 ની સારવાર લઈ રહ્યા છે અને 16 લાખ 39 હજાર 599 લોકો સંક્રમણ મુક્ત થયા છે.
ભારતમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોના માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે અને ડોક્ટરોની યોગ્ય સારવારથી લોકો જલ્દીથી સ્વસ્થ પણ થઈ રહ્યા છે તેના કારણે રીકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. ભારતમાં લોકો જલ્દીથી સ્વસ્થ થઈ રહ્યા છે તે સૌથી મહત્વની અને સારી વાત છે.
_Devanshi
