પ્રધાન મંત્રી એસ જયશંકરે કહ્યું કે “ભારત આતંક અને હિંસાના મુક્ત વાતાવરણમાં પાકિસ્તાન સાથે ઉત્કૃષ્ટ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે”, જયશંકરે યુરોપીય સઘંના કમિશનર ક્રિસ્ટોસ સ્ટાઈલિયનાઇડ્સ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી.જેમાં યુરોપિયન યુનિયનના આ વલણને પુનરાવર્તિત કર્યું હતું. નવી દિલ્હી અને ઈસ્લામાબાદને કાશ્મીર ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા માટે ફરીથી ચર્ચા કરવાની જરૂર છે.
બન્ને નેતાઓએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ક્ષેત્રોમાં સારા પ્રદર્શન અને અધિક વિકાસ માટે પોતાની જવાબદારીઓ વહેચી હતી,સાથે તેમણે અફધાનિસ્તાન અને ઈરાન સાથે સંબંધીત હાલની ઘટનાક્રમ પર વાતચીત પણ કરી હતી.
જયશંકરે ટ્વિટ કર્યું કે,યૂરોપીય સંઘના કમિશનર ક્રિસ્ટોસ સ્ટાયલિયનાઈડ્સના સાથે એક સારી બેઠક થઈ હતી,અફઘાનિસ્તાન અને ઈરાન પર પોતાના દ્રષ્ટીકોણની ચર્ચા કરી હતી,જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સારુ પ્રદર્શન અને વિકાસ પર પોતાની અપેક્ષાઓ વિશે જણાવ્યું છે, આતંક અને હિંસાથી મુક્ત માહોલમાં પાકિસ્તાન સાથે બન્ને પક્ષ તરફના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભારતની ઉદારતા વિશે જણાવ્યું.
ભારતે 5મી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાઓને નાબુદ કરીને કેન્દ્ર સાશિત પ્રદેશોમાં વિભાજન કર્યું હતું,આ મોદી સરકારના નિર્ણય પછી પોકિસ્તાન બોખલાય ગયુ છે, તેણે પહેલા ભારત સાથે વ્યાપાર બેધ કર્યો, પછી પોતાની હવાઈ સેવાઓ બંધ કરી ત્યાર પછી ભારતીય ફિલ્મો પર બેન લગાવ્યો,ત્યાર પછી વધુ બોખલાય જતા સમજોતા એક્સપ્રેસ અને થાર એક્સપ્રેસ પર પ્રતિબંધ લગાવ્યો.