1. Home
  2. revoinews
  3. જમ્મુ-કાશ્મીર : પુંછના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી કર્યું ફાયરિંગ બીએસએફનો એએસઆઈ ઘાયલ
જમ્મુ-કાશ્મીર : પુંછના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી કર્યું ફાયરિંગ બીએસએફનો એએસઆઈ ઘાયલ

જમ્મુ-કાશ્મીર : પુંછના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી કર્યું ફાયરિંગ બીએસએફનો એએસઆઈ ઘાયલ

0

જમ્મુ: પુંછના કેજી સેક્ટરમાં પાકિસ્તાને ફરી એકવાર શસ્ત્રવિરામનો ભંગ કર્યો છે. જણાવવામાં આવે છે કે પાકિસ્તાન તરફથી ગત રાત્રિ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું છે. જેમાં સેનાનો એક એએસઆઈ પણ ઘાયલ થયો છે. આ ઘટના સીમાની નજીકના કેજી સેક્ટરમાં થઈ છે.

પાકિસ્તાન રેન્જર્સે અહીં ભીષણ ફાયરિંગ કર્યું છે. બીજી તરફ ભારતીય સેના તરફથી પણ ગોળીબારનો આકરો જવાબ આપવામાં આવ્યો છે. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા ગોળીબાર દરમિયાન એક શેલ કેજી સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ બલૂનીમાં આવીને પડયો હતો. તેના ફાટવાને કારણે બીએસએફના એક જવાન એએસઆઈ સતપાલસિંહ ગંભીર રીતે ઘવાયા હતા.

ઘાયલ જવાનને હાલ તબીબી સારવાર માટે રાજૌરી ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અહીં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.