- ભારત-ચીન તણાવ ઓછો કરવાના નપ્રયત્નો
- બન્ને દેશઓના મંત્રીઓએ 5 બાબતો પર સહમતિ દર્શાવી
- વિદેશમંત્રી એસ. જયશંકર અને ચીનના મંત્રી વાંગ યીન વચ્ચે ગુરુવારે બેઠક યોજાઈ હતી
- શુક્રવારના રોજ આ સહમતિ બાબતે દેશમા વિદેશમંત્રીએ માહિતી આપી
છેલ્લા કેટલાક દિવસોથી ભારત-ચીવ વચ્ચેનો તણાવ વકર્યો છે, બન્ને દેશોની સેના જાણે આમને સામને જોવા મળઈ રહી છે, ત્યારે લદાખમાં તાજેતરના તણાવ વચ્ચે ભારત-ચીન વિવાદનો ઉકેલ લાવવા માટે 5 પોઇન્ટના પ્લાન અંગે સહમતી બની છે. વિદેશમંત્રી એસ. જયશંકર અને ચીનના મંત્રી વાંગ યીન વચ્ચે ગુરુવારની સાંજે મોસ્કોમાં વાતચીત થઈ હતી. બન્ને શંઘાઈ સહયોગ સંગઠનની મીટિંગમાં ભાગ લેવા માટે મોસ્કો પહોચ્યા છે. વિદેશમંત્રાલયે આજ રોજ આ બાબતે માહિતી આપી છે.
આ બંને દેશોએ મળીને કુલ પાંચ મુદ્દાની બાબતે સમજૂતી તૈયાર લીધી છે
- બન્ને દેશ પરસ્પરના મતભેદો યુદ્ધમાં ન પરિણમવા જોઇએ
- બંને દેશોની સેનાઓ એ વિવાદાસ્પદ સ્થળેથી પોતપોતાના સ્થાને પાછા શકી જવું જોઈ
- બન્ને દેશઓની વાતાઘાટો નક્કી કર્યા પ્રમાણે ચાલુ જ રાખવી જોઈએ
- પ્રોટોકોલ્સને હાલની સમજુતી પ્રમાણએ બન્ને દોશોએ સ્વીકારવા જોઈએ
- તણાવ વધે તેવા કોઈ પણ પગલા બન્ને દેશઓ વતી ન ભરવામાં આવે
આ સમગ્ર બાબતે ભારતના વિેદેશ પ્રધાન જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ભારત લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર કોઈ પણ જાતનો તણાવ સર્જવા કે વધારવા માગતું નથી. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, ચીન પ્રત્યેની ભારતની નીતિમાં કે ભારત પ્રત્યેની ચીનની નીતિમાં કોઇ ફેરફાર થયો નથી.ત્યારે આ બાબતે ચીનના વિદેશ ખાતાએ એવો અભિપ્રાય આપ્યો છે કે, ભારત અને ચીન પાડોશી દેશો છે અને કેટલાક મુદ્દે અસંમતિ પણ દર્શાવે જ છે જે પાડોશીઓ વચ્ચે સ્વાભાવિક વલાત ગણાવી શકાય છે પરંતુ આ દરેક અસંમતિને ચોક્કસ રીતે હોવી જોઈએ.
સાહીન