- ફ્રાંસમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ
- ભારતે કાર્યક્રમ સામે ઉઠાવ્યો હતો આકરો વાંધો
કલમ-370 હટાવાયા બાદ પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપી રહ્યું છે. જ્યારે ભારત દરેક પગલે પાકિસ્તાન પર કૂટનીતિક જીત પ્રાપ્ત કરી રહ્યું છે. હવે ભારતે ફરી એકવાર પાકિસ્તાનને મ્હાત આપી છે. ભારતના વિરોધ બાદ ફ્રાંસમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખનો કાર્યક્રમ રદ્દ થઈ ગયો છે.
સૂત્રો પ્રમાણે, ફ્રાંસની સંસદમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપ્રમુખ મસૂદ ખાનનો એક કાર્યક્રમ થવાનો હતો. પરંતુ ભારતે આ કાર્યક્રમને લઈને વાંધો વ્યક્ત કર્યો હતો. તેને કારણે ફ્રાંસમાં પીઓકેના રાષ્ટ્રપ્રમુખ મસૂદ ખાનનો કાર્યક્રમ રદ્દ થયો છે. મસૂદ ખાનને ફ્રાંસની સંસદમાં એક કાર્યક્રમ કરવાનો હતો. પરંતુ ભારતના વિરોધના કારણે તે કાર્યક્રમ થઈ શક્યો નહીં.
ફ્રાંસની રાજધાની પેરિસમાં ભારતીય દૂતાવાસે ફ્રાંસના વિદેશ મંત્રાલયને ડિમાર્શે જાહેર કર્યું હતું. તેના પછી પીઓકેના રાષ્ટ્રપ્રમુખને કાર્યક્રમ કરવાથી રોકવામાં આવ્યા હતા. આના પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દુનિયામાં ઘણીવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ વિશ્વમાં તેને આ મુદ્દા પર જરૂરી સમર્થન પ્રાપ્ત થઈ શક્યું નથી.